મુંબઇ : જોન અબ્રાહમની આવનાર ફિલ્મ બાટલા હાઉસના ફિલ્મ નિર્માતા નોરા ફતેહી પરના ડાન્સ નંબરઓ સાકી સાકી માટે ટીજર શુક્રવારના દિવસે જારી કરવામાં આવ્યા બાદ ચાહકો ભારે રોમાંચિત છે. આ ટીજરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જા કે ગીતના પ્રથમ વર્જનમાં નજરે પડેલી અભિનેત્રી કોઇના મિત્રા ખુબ વધારે ખુશ દેખાઇ રહી નથી. અલબત્ત કોઇનાએ નોરા ફતેહીની પ્રશંસા કરી છે. ઓરિજનલ સાકી સાકી સોન્ગ વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ મુસાફિરમાં રાખવામાં આવ્યુ હતુ. આ ગીત કોઇના મિત્રા પર રાખવામાં આવ્યુ હતુ. સંજય દત્ત પણ હતો. કોઇનાએ સોશિયલ મિડિયા પર આ ગીતના રિક્રિએટ વર્જનને લઇને નાખુશી વ્યક્ત કરી છે. સાથે સાથે ટ્વીટ કરીને કહ્યુ છે કે મુસાફિર ફિલ્મના તેના ગીત સાકી સાકીને રિક્રિએટ કરવામા આવ્યુ છે. સુનિધી, સુખવિન્દર અને વિશાળ-શેખરના કોમ્બિનેશનમાં ગીત જોરદાર હતુ. તેને નવુ વર્જન પસંદ પડી રહ્યુ નથી. તેનુ કહેવુ છે કે મુળ ગીતને ખરાબ કરી દેવામાં આવ્યુ છે. આ ગીતે અનેક બ્લોકબસ્ટરને પછડાટ આપી દીધી હતી. આવુ કેમ કરવામાં આવ્યુ તે બાબત સમજાઇ રહી નથી.જા કે કોઇના મિત્રાએ ટ્વીટના છેલ્લે નોહા ફતેહીની ભારે પ્રશંસા કરવામાં આવી છે.
નોરા એકદમ ગજબની છે. આશા છે કે તે અમારા સન્માનને બચાવી લેશે. અત્રે નોંધનીય છે કે નિખિલ અડવાણીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બાટલા હાઉસ ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેના ટ્રેલરને રજૂ કરવામાં આવ્યા બાદ આની ચર્ચા છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર અક્ષય કુમારની મશન મંગલ અને પ્રભાસની સાહો સાથે થનાર છે. અક્ષય કુમારની ફિલ્મ ઇસરોના ટોપના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પર બનેલી ફિલ્મ છે. જેમાં ત્રણ અભિનેત્રીઓને લેવામાં આવી છે. આવી જ રીતે સાહોમાં બાહુબલી સ્ટાર પ્રભાસ છે. પ્રભાસની ફિલ્મને લઇને ચાહકો ઉત્સુક છે.
ફિલ્મના પ્રથમ ગીતને રજૂ કરવામાં આવ્યા બાદ ચાહકો ઉત્સુક છે. આ એક ભરપુર એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં પ્રભાતની સાથે શ્રદ્ધા કપુર જોવા મળી રહી છે. શ્રદ્ધા કપુર માટે પણ આ એક મોટી ફિલ્મ છે. સાહો સૌથી જંગી ખર્ચે બનેલી ફિલ્મો પૈકી એક છે. એમ માનવામાં આવે છે કે ફિલ્મના એક ગીતના સીન પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
બાહુબલી ફિલ્મ બોલિવુડના ચાહકોને પણ ખુબ પસંદ પડી હતી. અક્ષય કુમાર પણ છેલ્લે કેટલાક સમયથી તેની કોઇ ફિલ્મને સુપરહિટ કાઢી શક્યો નથી. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સરેરાશ સાબિત થઇ રહી છે. નોરાની ગણતરી હાલની સૌથી ટોપની ડાન્સ નંબર અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે.