બાથ એન્ડ બોડી વર્ક્સ દ્વારા ગાંધીનગર, ગુજરાતમાં તેમનો પ્રથમ સ્ટોર શરૂ કરાયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read


પર્સનલ કેર બ્રાન્ડ ભારતમાં તેનો 41મો સ્ટોર ખોલીને તેની ઓમ્ની-ચેનલ પ્રેઝન્સ અને રિટેલ ફૂટપ્રિન્ટને વિસ્તૃત કરે છે.

ગાંધીનગર: બાથ એન્ડ બોડી વર્ક્સ, વિશ્વના અગ્રણી સ્પેશિયાલિટી રિટેલર્સમાંના એક અને અમેરિકાના ફેવરિટ ફ્રેગરન્સીસ®નું હોમ છે, તેણે ગાંધીનગર, ગુજરાતમાં સ્વાગત હોલીડે મોલમાં તેનો પ્રથમ સ્ટોર ખોલ્યો છે. એપેરલ ગ્રૂપ, ગ્લોબલ ફેશન અને લાઈફસ્ટાઇલ રિટેલ સમૂહ 2018 માં ભારતમાં બાથ એન્ડ બોડી વર્ક્સ લાવ્યું અને ત્યારથી બ્રાન્ડ માટે ઓમ્નીચેનલ અનુભવ સ્થાપિત કર્યો છે. ભારતમાં સૌથી વધુ ઇચ્છિત પર્સનલ કેર એસેન્શિયલ અને હોમ ફ્રેગરન્સ બ્રાન્ડ તરીકે પોતાની જાતને સ્થાન આપ્યું છે, ગાંધીનગરમાં બાથ એન્ડ બોડી વર્ક્સ સ્ટોર 1308 ચોરસ ફૂટમાં વિસ્તરશે જે મહિલાઓ, પુરુષો અને ઘર માટે વિશિષ્ટ સુગંધની વિવિધ શ્રેણી ઓફર કરશે.

“અમે ગાંધીનગરમાં સ્વાગત હોલીડે મોલમાં અમારા ઉદ્ઘાટન સ્ટોરનું અનાવરણ કરવા માટે રોમાંચિત છીએ. અમારો ધ્યેય દુકાનદારોને આકર્ષક બ્રાન્ડ અનુભવ પ્રદાન કરવાનો છે જે અમારા કલેક્શનમાં વિવિધ પ્રકારની સુગંધ અને ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે. આ વિસ્તરણ બ્રાન્ડ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમને ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમુદાય સાથે જોડવામાં સક્ષમ બનાવે છે. વ્યાપક ગ્રાહક આધાર સુધી પહોંચીને, અમારું લક્ષ્ય માત્ર અમારી પહોંચને વિસ્તૃત કરવાનું જ નથી પરંતુ પર્સનલ કેર ઉદ્યોગમાં એક નવું ધોરણ સ્થાપિત કરવાનું પણ છે” -એપેરલ ગ્રુપ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અભિષેક બાજપાઈએ જણાવ્યું હતું.

2018 થી ભારતીય બજારમાં તેની ઑફલાઇન હાજરી વધારવાની તેની પ્રતિબદ્ધતા ચાલુ રાખીને, બાથ એન્ડ બોડી વર્ક્સે નવી દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, લખનૌ, ચંદીગઢ સહિત 23 શહેરોમાં 41 સ્ટોર્સનું નેટવર્ક સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે.  2019 માં, બ્રાન્ડે ભારતમાં તેનું પોતાનું ઇ-કોમર્સ પ્લેટફોર્મ રજૂ કર્યું, જેનો હેતુ મજબૂત ઓમ્ની ચેનલ પ્રેઝેન્સ દ્વારા ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં તેની પહોંચ અને હાજરીને વિસ્તારવાનો છે. મહિલાઓ અને હોમ કેટેગરી માટે તૈયાર કરવામાં આવેલી સુગંધ અને ઉત્પાદનોની વ્યાપક શ્રેણી માટે પ્રખ્યાત, બાથ એન્ડ બોડી વર્ક્સ પણ પુરૂષોના ગ્રુમિંગ ક્ષેત્રમાં પ્રવેશ્યું છે, જે આ નવી સીમા પર અપ્રતિમ સર્જનાત્મકતા અને કુશળતા લાવે છે. નવા મેન્સ કલેક્શનમાં ફેસ કેર, બીયર્ડ કેર અને અન્ય ઉત્પાદનોની ક્યુરેટેડ સિલેક્શન ઓફર કરવામાં આવે છે, જે પોતાને આજના નવા જમાનાના માણસની અલગ-અલગ જરૂરિયાતોને પૂરી કરતા વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરે છે. બાથ એન્ડ બોડી વર્ક્સ ખાતે ગ્રાહકો લક્ઝુરિયસ ફ્રેગ્રન્સ, બોડી લોશન, બોડી સ્ક્રબ્સ અને ઘણું બધું તેમના ફેવરેટ્સને શોધવા માટે અનુભવી શકે છે. ફન અને ફ્લર્ટી સુગંધથી લઈને સોફિસ્ટિકેટેડ અને એક્ઝોટિક ફ્રેગ્રન્સ સુધી, બાથ એન્ડ બોડી વર્ક્સ દરેક વ્યક્તિત્વ અને પ્રસંગને અનુરૂપ વર્લ્ડ- ક્લાસ ફ્રેગરન્સ કલેક્શનની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

Share This Article