નવીદિલ્હી : બાસમતી ચોખાની કિંમતમાં છેલ્લા એક મહિનાના ગાળામાં ૧૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. ઇરાન અને સંબંધિત દેશોને મોડેથી પેમેન્ટના પરિણામ સ્વરુપે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. ઇરાન દ્વારા મોટાભાગે ભારત તરફથી વાર્ષિક બાસમતી ચોખાની ખરીદી કરવામાં આવે છે. ભારતમાં વાર્ષિક બાસમતી ચોખાની ૪-૪.૫ મિલિયન ટન ચોખાની નિકાસ સામે મોટાભાગના હિસ્સાને ઇરાન દ્વારા ખરીદવામાં આવે છે જ્યારે યુરોપના દેશો દ્વારા આઠ ટકાની આસપાસ ખરીદી કરવામાં આવે છે. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સ્પોર્ટસ એસોસિએશનના કહેવા મુજબ ૧૨૦૦ કરોડ રૂપિયાની કિંમતના ચોખાની ચુકવણી મોડેથી કરવામાં આવી છે. ૧૨૫૦૦૦ ટન ચોખાની ચુકવણી કરવામાં વિલંબ થયો છે.
મંડીમાં બાસમતીની કિંમત પ્રતિ ક્વિન્ટલ ૩૯૦૦ રૂપિયાની આસપાસ નોંધાઈ છે. અમારી કિંમતોને લઇને કોઇપણ પ્રકારની દુવિધા દેખાઈ રહી નથી. જુદી જુદી ગુણવત્તાના બાસમતીની નિકાસ થઇ રહી છે. વિલંબથી ચુકવણીના પરિણામ સ્વરુપે વેચાણને અસર થતાં કિંમતોમાં ઘટાડો થયો છે. આયાત અગાઉના વર્ષની સરખામણીમાં બે ગણી તેવી શક્યતા દેખાઈ રહી છે. આવી જ રીતે સરકારે હાલમાં જ તુવેરના આયાત ક્વોટાને બે લાખ ટનથી વધારીને ચાર લાખ ટન કરવાની જાહેરાત કરી હતી. દેશના લોકો મોનસુનને લઇને ચિંતાતુર બનેલા છે. ભારતે પહેલાથી જ મકાઈ અને કપાસની આયાતને અછતને ધ્યાનમાં લઇને વધારી દીધી છે. દેશમાં પુરતા પ્રમાણમાં જથ્થો હોવા છતાં સરકારે કઠોળ માટેના આયાત ક્વોટાને બે ગણો કરી દીધો છે.
સામાન્ય મોનસુનથી ઓછો વરસાદ રહેવાની સ્થિતિમાં કિંમતોમાં વધારો થઇ શકે છે. ભાવમાં વધારો થવાની સ્થિતિમાં સામાન્ય લોકોની મુશ્કેલી ન વધે તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. પહેલાથી જ વાવણી થઇ ચુકેલા પાકને બચાવવા માટે વરસાદના સારા રાઉન્ડની રાહ દેશના લોકો જોઈ રહ્યા છે. વાવણીના વિસ્તારોમાં પણ હજુ સુધી સારો વરસાદ થયો નથી. ૧૧મી જુલાઈના આંકડા મુજબ ખરીફ વાવણી આ વર્ષ માટે હજુ સુધી સામાન્ય કરતા ૩૩ ટકા ઓછી રહી છે. ૨૦૧૮માં નોર્મલ મોનસુની વરસાદની સરખામણીમાં આ વખતે ઓછો વરસાદ રહેવાની વાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે.
તેલિબિયા વાવણી દેશભરમાં સરેરાશ કરતા ૧૭ ટકા ઓછી છે જ્યારે તેલિબિયાના પાક માટે મુખ્ય ગણાતા સોયાબીન સામે પણ ઓછા વરસાદના લીધે ખતરો ઉભો થયો છે. મરાઠવાડા અને વિદર્ભ જેવા વિસ્તારોમાં ઓછો વરસાદ થઇ રહ્યો છે. મરાઠવાડામાં ઓછા વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે. જા અમને ઓછો વરસાદ આગાહી મુજબ જ મળશે તો ઓછા વરસાદના લીધે સોયાબીનના ક્ષેત્રમાં લાભ ઘટી શકે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મુખ્યરીતે સોયાબીનનું પ્રમાણ વધારે રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા પહેલાથી જ તુવેરના આયાત ક્વોટાને બે ગણો કરી દીધો છે. કારણ કે, કેટલાક કઠોળની કિંમતો પહેલાથી જ કિલોદીઠ ૧૦૦ રૂપિયાથી ઉપર પહોંચી ચુકી છે.