તમામ લોકો ખુબ સારી રીતે જાણે છે કે નોકરી ખુબ જ મુશ્કેલથી મળે છે. જેથી કોઇ પણ વ્યક્તિ પોતાની નોકરી જાય તેમ ઇચ્છતી નથી. મોટા ભાગના લોકો એમ તો કહી શકે છે કે નોકરી કઇ રીતે હાંસલ કરી શકાય છે પરંતુ આ બાબત સાંભળવામાં ખુબ જ હાસ્યાસ્પદ લાગે છે કે નોકરી કઇ રીતે જાય છે. જો તમે જાણી જાવો કે નોકરી કઇ રીતે જાય છે તો સાવધાન થઇ શકાય છે. આવી જ રીતે યોગ્ય રીતે પોતાના વ્યવહારમાં ફેરફાર કરીને યોગ્ય પગલા લઇ શકાય છે.
નોકરી જવા માટે કેટલીક ખોટી ટે વ્યક્તિમાં હોય છે. કેટલાક લોકોની ટેવ વર્ક પ્લેસ પર લેટ પહોંચવા માટેની હોય છે. તેમને લાગે છે કે શરૂઆતની ૩૦ મિનિટમાં મિટિંગ્સમાં કોઇ ખાસ બાબત હોતી નથી. જેથી તેઓ મિટિંગમાં મોડેથી પહોચે છે. જા તમે ડેડલાઇન્સને મીસ કરી દો છો અને લોકોને ઇન્તજાર કરાવવાની ટેવમાં છો તો તે યોગ્ય નથી. આવી સ્થિતીમાં તમારી નોકરી જઇ શકે છે. આપની ઓફિસમાં હાજરી ન હોવાની સ્થિતીમાં કેટલાક કામો રોકાઇ શકે છે. જેથી સાવધાન રહીને યોગ્ય પ્રસંગ પર હાજરી આપવામાં આવે તે ખુબ જરૂરી છે. ઓફિસ પહોંચતાની સાથે જ જો તમે કોઇ વ્યÂક્તના સંબંધમાં ગોસિપ કરવા લાગી જાવો છો તો તે ટેવ પણ અયોગ્ય છે. આવી સ્થિતીમાં નોકરી પર સંકટ આવી શકે છે. જો તમે પોતાના ખાસ સાથી અથવા તો અન્યોની માહિતી મેળવવામાં લાગેલા રહો છો તો તે પણ યોગ્ય નથી. જાતમે કોઇ ખાસ મિત્રની અંગત માહિતી અથવા તો કોઇ રહસ્ય અન્યોની સાથે શેયર કરવા લાગી જાવો છો તો તે ટેવ અયોગ્ય છે. આના કારણે આપની છાપ ખરાબ થઇ જાય છે.
જો તમે તમારા જીવનમાં હમેંશા નેગેટિવ રહો છો અને વાર્તાઓ ઉભી કરીને લોકોને સંભળાવતા રહો છો તો તેને કારણે પણ નોકરી જઇ શકે છે. બિનજરૂરી ગોસિપ કરવાની બાબત બિલકુલ યોગ્ય નથી. મૌન રહેવાની બાબતને સર્વોત્તમ ગણવામાં આવે છે. પરંતુ આનો મતલબ એ નથી કે તમે તમારા બોસ દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોનો જવાબ પણ ન આપો. જા તમે વર્ક પ્લેસ પર તમારા કોઇ પણ કલીગની સાથે કામના સંબંધમાં વાત કરશો નહીં તો આના કારણે ખોટી છાપ ઉભી થઇ શકે છે. કેટલાક લોકો ભુલ થવાની સ્થિતીમાં પણ ભુલ માનતા નથી. જો તમે વર્કપ્લેસ પર લોકોની નજર વચ્ચે નથી રહેતા તો ભારે નુકસાન થઇ શકે છે. યોગ્ય સમય પર યોગ્ય બાબત બોલવાની ટેવ પાડવામાં આવે તે જરૂરી છે. કેટલાક લોકોની ટેવ હોય છે કે રાત્રે જે વ†ોમાં પાર્ટી કરે છે તે જ વ†ોમાં સવારમાં ઓફિસ પહોંચી જાય છે.
આનાથી ખરાબ બાબત કોઇ હોઇ શકે તેમ નથી. યોગ્ય વસ્ત્રો પહેરીને ઓફિસના નિયમોને પાળીને ઓફિસ પહોંચવામાં આવે તે જરૂરી છે. જરૂરી નથી કે દરેક બાબતને લેખિતમાં જ કહેવામાં આવે. કેટલીક બાબતોને તો પોતાની રીતે પણ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. યોગ્ય વ†ો પહેરવાની બાબત પણ તેમાં એક તરીકે છે. આવી રીતે તમે સભ્ય નજરે પડો છો. કેટલાક લોકો કોઇને કોઇ કારણસર અન્યોની ફરિયાદ કરતા રહે છે. તેઓ વિચાર કર્યા વગર બોલવાની ટેવ ધરાવે છે. તેઓ જાહેર રીતે પોતાના સાથીઓની ટિકા કરતા રહે છે. તેઓ લોકોના કામની ક્રેડિટ લેવા માટેના પ્રયાસ કરતા રહે છે. આ પ્રકારની હોશિયારીને કંપની ખુબ વહેલી તકે પકડી પાડે છે. આગળ જતા નોકરી પણ જઇ શકે છે. જો તમે વર્ક પ્લેસ પર દિવસભર મોબાઇલ ફોન પર લાગેલા રહો છો તો તે બાબત યોગ્ય નથી. ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ જેવી સાઇટ ખોલી રાખી છે તો આ બાબત લાંબા સમય સુધી છપાયેલી રહેશે નહી. કંપની ક્યારેય એવુ ઇચ્છશે નહી કે તમે પોતાના કિંમતી સમયને સોશિયલ સાઇટ્સના માટે કરવામાં આવે. ઓફિસમાં સોશિયલ સાઇટનો વધારે ઉપયોગ કરવાની સ્થિતીમાં આપને નોકરીમાંથી બહાર કાઢવામાં આવી શકે છે. જેથી વર્કપ્લેસ પર પોતાના કામ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. જો વર્ક પ્લેસ પર લોકોની વાતોને ધ્યાનમાં લેતા નથી તો એવુ બની શકે છે કે આગામી દિવસોમાં આપની નોકરી જઇ શકે છે .જો તમે તમામ પ્રકારના સુચનો, સલાહ અને અપેક્ષાથી દુર ભાગી રહ્યા છો તો ટુંક સમયમાં જ આપને નુકસાન થઇ શકે છે. જો તમે તમામને એમ કહેતા રહેશો કે તેમની કામ કરવાની આ જ રીત છે તો કંપની આપની જગ્યાએ અન્યની શોધ શરૂ કરી દે છે.
કેટલાક લોકો ઓફિસમાં એ જ કામ કરે છે જે કામ તેમની પ્રોફાઇલમાં લખવામાં આવે છે. તેમને પહેલાથી કોઇ કામ કહેવામાં ન આવે તો તેઓ કોઇ પણ કામ કરવાનો ઇન્કાર કરી નાંખે છે. આવા લોકો કોઇ જવાબદારી લેતા નથી અને લોકોની મદદ કરતા નથી. તેઓ એકસ્ટ્રા પ્રોજેક્ટ પર સ્વેચ્છાથી કામ કરતા નથી. આવા કર્મચારીઓ મુશ્કેલથી કંપનીની અપેક્ષા પર યોગ્ય સાબિત થાય છે. આવા લોકો કંપનીમાં ટકી રહી શકતા નથી.