ખેડૂત આંદોલનને રોકવા દિલ્હીના રસ્તાઓ પર બેરિકેડ લાગ્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

૧૩ ફેબ્રુઆરીએ સયુક્ત કિસાન મોરચાએ દિલ્હી કૂચનું આહ્વાન

File 01 Page 01 3


હરિયાણા-નવીદિલ્હી :
૧૩ ફેબ્રુઆરીએ સયુક્ત કિસાન મોરચાએ દિલ્હી કૂચનું આહ્વાન કર્યું છે. આ માટે દિલ્હી ચલો માર્ચની જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાંથી લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનોમાં વિરોધ કરવા આવી રહ્યા છે. હરિયાણા સરકારે પણ માર્ચને રોકવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. શંભુ, ખનૌરી સહિત હરિયાણા અને પંજાબની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ પણ એક્શનમાં છે. આ સંદર્ભે સિંઘુ બોર્ડર પર દિલ્હી પોલીસ દ્વારા રાતોરાત તૈયારીઓ કરવામાં આવી હતી. પંજાબથી દિલ્હી આવતા રસ્તાઓ પર પોલીસે ૬ લેયર બેરિકેડ લગાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં ક્રેનની મદદથી રોડની બંને બાજુ સિમેન્ટના બ્લોક મુકવામાં આવ્યા હતા. આ સાથે મોટા કન્ટેનર પણ રાખવામાં આવ્યા છે, જેથી પંજાબથી આવતી ટ્રેક્ટર ટ્રોલી દિલ્હીમાં પ્રવેશી ન શકે. આ સાથે દિલ્હીની તમામ સરહદો પર કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિંઘુ બોર્ડર પર ૧ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા પણ દિલ્હી માર્ચના એલાન પહેલા અહીંની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા ગાઝીપુર બોર્ડર પહોંચ્યા હતા. હરિયાણાના સિરસામાં હરિયાણા પોલીસે બે અસ્થાયી જેલ બનાવી છે. સિરસાના ચૌધરી દલબીર સિંહ ઇન્ડોર સ્ટેડિયમ અને ડબવાલીના ગુરુ ગોવિંદ સિંહ સ્ટેડિયમને અસ્થાયી જેલમાં ફેરવી દેવામાં આવ્યા છે.

farmers 2


હરિયાણાના ૭ જિલ્લામાં આજે એટલે કે ૧૧મી ફેબ્રુઆરીના રોજ સવારે ૬ વાગ્યાથી મોબાઈલ ઈન્ટરનેટ, ડોંગલ અને બલ્ક એસએમએસ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પ્રતિબંધ અંબાલા, હિસાર, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, ફતેહાબાદ અને પોલીસ જિલ્લા ડબવાલી સહિત સિરસા જિલ્લામાં રહેશે. આ આદેશ ૧૩મી ફેબ્રુઆરીની મધરાત ૧૨ સુધી અમલમાં રહેશે. પંજાબથી આવતા ખેડૂતોને રોકવા માટે અંબાલા અને ફતેહાબાદની શંભુ બોર્ડર પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. હરિયાણાના ૭ જિલ્લામાં સવારે ૬ વાગ્યાથી મોબાઈલ ઈન્ટરનેટ, ડોંગલ અને બલ્ક એસએમએસ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પ્રતિબંધ અંબાલા, હિસાર, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, ફતેહાબાદ અને ડબવાલી સહિત સિરસા જિલ્લામાં રહેશે. ખેડૂતોની દિલ્હી કૂચ પહેલા કેન્દ્ર સરકાર ખેડૂતોના સંગઠનોને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ આજે ખેડૂત આગેવાનો સાથે બેઠક કરશે. કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ, નિત્યાનંદ રાય અને અર્જુન મુંડાને ખેડૂતો સાથે વાત કરવાની અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખેડૂત નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રીઓની આ મહત્વપૂર્ણ બેઠક આજે ચંદીગઢમાં યોજાશે. ગુરુવારે મળેલી પ્રથમ બેઠકમાં સરકાર દ્વારા ખેડૂત આગેવાનો સમક્ષ કેટલીક દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. તે જ દિવસે, સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મામલે બીજી બેઠક થશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ખેડૂતો સાથેની આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે.

Share This Article