કસ્ટમર સાથે સેક્સ ન કરવા પર બાર ડાંસરને માર મરાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હૈદરાબાદ :આંધ્રપ્રદેશના પાટનગર હૈદરાબાદમાં એક બારમાં મહિલા ડાન્સરને કસ્ટમર સાથે પૈસાના બદલે સેક્સ માણવાનો ઈન્કાર કરી દીધા બાદ ડાન્સરને નિર્દય રીતે માર મારવામાં આવ્યો હતો. ડાન્સરને કપડા ઉતારીને તેને માર મારવામાં આવ્યો હતો. મારપીટના આરોપ પિડિતાની સાથે ડાંસ કરનાર અન્ય ચાર ડાન્સરો અને અન્ય એક વ્યÂક્ત પર મુકવામાં આવ્યો છે. પોલીસે ચારેય આરોપી મહિલાઓની ધરપકડ કરી દીધી છે. જ્યારે પુરુષ આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે કહ્યું છે કે, ફરાર થયેલા પુરુષ આરોપીને પકડી પાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, પીડિતાએ પોતાના ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, થોડાક મહિના પહેલા બારમાં જાઈન કરવામાં આવ્યા બાદ ત્યાંના મેનેજમેન્ટે કસ્ટરોની સાથે સેક્સ માટે દબાણ લાવવામાં આવ્યું હતું.

જ્યારે આ મહિલાએ સેક્સ માટે ઈન્કાર કર્યો ત્યારે તેની સાથે ડાંસ કરનાર પાંચ અન્ય બાર ડાન્સરોએ આ મહિલાની ધુલાઈ કરી હતી. આ પાંચ લોકોમાં ચાર મહિલા હોવાથી તેમની સામે પણ પ્રશ્ન થઈ રહ્યા છે. ઝડપાયેલી મહિલાઓની પુછપરછ કરવામાં આવી રહી છે. પંજાગુટ્ટા પુલિસે કહ્યું કે, તાજેતરમાં બારના મેનેજમેન્ટ પિડીતા પાસેથી કસ્ટરમ પાસે જવા અને તેની સાથે સેક્સ માટે દબાણ લાવવામાં આવી રહ્યું હતું. તમામ આરોપીઓની સામે કેસ દાખલ કરીને ઉંડી તપાસ કરવામાં આવી ચુકી છે.

ઝડપાયેલી મહિલાઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા બાદ તમામને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. તેલંગાણાના ડીજીપી મહિન્દ્ર રેડ્ડીએ આ સમગ્ર મામલામાં રિપોર્ટની માંગ કરીને ઉંડી તપાસ શરૂ કરી દીધી છે. હૈદરાબાદમાં બારમાં ડાન્સરો સાથે ખરાબ વર્તન કરવાનો વધુ એક મામલો સપાટી પર આવતા ખળભળાટ મચી ગયો છે. બાર ડાન્સરો પર અત્યાચાર કરવામાં આવે છે.

 

Share This Article