નવીદિલ્હી : વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં તહેવાર ઉપરાંત બેંકોની પણ હડતાળ પડનાર છે. આજ કારણસર ડિસેમ્બર મહિનામાં અનેક દિવસે બેંકો બંધ રહેશે. બેંક બંધ થવાના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. એટીએમમાં પણ રોકડ રકમની તકલીફ ઉભી થઇ શકે છે.
જા કે, સાવચેતીપૂર્વક રોકડ રકમ કાઢીને પોતાની પાસે રાખવાની જરૂર છે. આ ગાળા દરમિયાન ડિજિટલ લેવડદેવડથી પણ કારોબાર કરી શકાય છે. બેંક સાથે સંબંધિત તકલીફથી બચવા જરૂરી કામગીરીને વહેલીતકે પૂર્ણ કરવાની જરૂર છે. ૨૨ ્ને ૨૩મી ડિસેમ્બરના દિવસે બેંકો બંધ રહેશે. ૨૨મી ડિસેમ્બરે ચોથો શનિવાર છે. દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા રહે છે. જ્યારે ૨૩મી ડિસેમ્બરના દિવસે રવિવાર હોવાથી રજા રહેશે. ૨૫મી ડિસેમ્બરના દિવસે ક્રિસમસ તહેવાર છે જેથી બેંકો બંધ રહેશે. ૨૪મી ડિસેમ્બરના દિવસે બેંકો ખુલ્લી રહેશે. ૨૬મી ડિસેમ્બરના દિવસે યુનાઇટ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા હડતાળની હાંકલ કરી છે. બેંકોના મર્જરના વિરોધમાં આ હડતાળ પડશે.