નવીદિલ્હી : ધુળેટી પર્વ પર બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત આગામી ચાર દિવસ સુધી હવે બેંકોમાં રજા રહેશે. ૨૦મી માર્ચના દિવસે પણ હોળીના પ્રસંગે ઉત્તરપ્રદેશ, બંગાળ, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, આસામ અને ઉત્તરાખંડમાં બેંકોમાં રજા રહી હતી. આવતીકાલે ધુળેટીના દિવસે જાહેર રજા છે. ૨૨મી માર્ચના દિવસે બિહારમાં બેંકો બંધ રહેશે. ૨૩મી માર્ચના દિવસે ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે. ૨૪મી માર્ચના દિવસે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આનો મતલબ એ થયો કે, બેંકોમાં ચાર દિવસની રજા હોવાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી શકે છે.
CREDAIનો પોતાનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવશે
નવી દિલ્હી: ભારતનું અગ્રણી રિયલ એસ્ટેટ એસોસિએશન, ધ કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (CREDAI) 25મી નવેમ્બરે નવી...
Read more