સરકારી બેંકોના કર્મચારીઓ દ્વારા બે દિવસ માટે દેશવ્યાપી હડતાળ થતા રૂ. ૨૦,૦૦૦ કરોડ સુધીના ગ્રાહકો વ્યવહારો પર અસર થઈ હોવાની શક્યતા, ઔદ્યોગિક સંગઠન એસોચેમે યુનાઈટેડ ફોરમે બેંક યુનિયનો (યુએફબીયુ) ને જણાવ્યું હતું. હડતાલને સમાપ્ત કરી ચેમ્બરએ સરકારને અપીલ કરી હતી, કે જાહેર ક્ષેત્રની બેન્કોને પુનઃસ્થાપિત કરવા માટે ઉત્સાહ વર્ધક યોજના સાથે આગળ આવવા જોઇએ.
સરકારી માલિકીની ધિરાણકર્તાઓએ ઉચ્ચ સ્તરના ખરાબ ધિરાણનો સામનો કરવો પડયો છે અને માર્ચ ૨૦૧૮ ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાના અહેવાલોને કારણે ૫૦,૦૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થવાની ધારણા દર્શાવી છે,
એસોચેમે એક નિવેદનમાં જણાવ્યું છે, કે ડિસેમ્બર ૨૦૧૭ માં પૂરા થતાં ક્વાર્ટરમાં રૃ. ૧૯,૦૦૦ કરોડની ખોટ કરતાં બમણી કરતાં વધુ રહી હતી. એસોચેમના સેક્રેટરી જનરલ ડી એસ રાવતે જણાવ્યું હતું કે, આવા અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે એસોચેમ તરફથી સરકારને ઉત્સાહ વર્ધક યોજના સાથે આગળ આવવા માટે વિનંતી કરી છે, જેમાં જાહેરક્ષેત્રની બેંકોની સ્થિતી સુધારવા તેને પુનઃસ્થાપિત કરવો જોઈએ.
લગભગ ૧૦ લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર છે, અને દેશ ભરના ૮૫ હજાર એ.ટી.એમને તેની અસર થઇ છે. બંકિંગની કામગીરી જેમ કે ચેક ક્લિઅરન્સ, રોકડ ઉપાડ અને સમગ્ર ભારતમાં પીએસબી શાખાઓમાં ડિપોઝિટ પર અસર થઇ છે.