મુંબઇ : બેંક કર્મચારીઓની રાષ્ટ્રીય વ્યાપી હડતાળના કારણે આજે સેવા પર માઠી અસર થઇ હતી. સરકારીલેવડદેવદને પણ અસર થઇ હોવાના હેવાલ મળ્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઈબીઈએ) અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં આશરે ૩૫૦૦૦૦ કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા નથી. હડતાળના પરિણામ સ્વરુપે બેંકિંગ ઓપરેશનને માઠી અસર થઇ છે. ગઇકાલે યોજાયેલી વાતચીત ફ્લોપ રહ્યા બાદ હડતાળ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
૧૦ જાહેર ક્ષેત્રની બેંકોને ચાર બેંકોમાં ફેરવી દેવાના સરકારના નિર્ણય સામેના વિરોધમાં બેંક યુનિયનો હડતાળ પર છે. બેંક યુનિયનોએ બોલાવવામાં આવેલી બેઠક સફળ ન રહેતા બેઠકને રદ કરીને હડતાળ ઉપર આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. ચીફ લેબર કમિશનર (સેન્ટ્રલ) દ્વારા વાતચીત માટે બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ આ વાતચીત નિષ્ફળ ગઇ હતી. શ્રમ મંત્રાલય દ્વારા વાતચીતના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બે એસોસિએશન દ્વારા ૧૦ બેંકોને ચાર બેંકોમાં ફેરવી નાંખવાના સરકારના નિર્ણય સામે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. છ મહત્વપૂર્ણ રાષ્ટ્રીયકૃત બેંકોને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી ચુક્યો છે.
એઆઈબીટીએના જનરલ સેક્ટરી વેંકટચલમે આજે કહ્યું હતું કે, શ્રમ મંત્રાલયમાં ચીફ લેબર કમિશનર દ્વારા નવી દિલ્હીમાં સંયુક્ત ચર્ચા બાદ સમાધાન બેઠક યોજી હતી. બેઠકમાં ફાઈનાન્સિયલ સર્વિસના અધિકારીઓ, નાણામંત્રાલયના અધિકારીઓ, બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હડતાળ પર નહીં જવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણી તરફ ધ્યાન આપવામાં ન આવતા હડતાળ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે.