નવીદિલ્હી : ડિસેમ્બર મહિનામાં બેંક કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર જવાની તૈયારી કરી રહ્યા છે. હજુ સુધી તારીખની જાહેરાત કરાઈ નથી. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન દ્વારા આ હડતાળ પાડવામાં આવનાર છે.
હડતાળમાં ગુજરાતમાંથી ૭૫૦૦૦ બેંક કર્મચારી જાડાશે. ઇન્ડિયન બેંક એસોસિએશન દ્વારા બેંક કર્મચારીઓને ઓફર કરાયેલા છ ટકાના સૂચિત પગાર સુધારાને લઇને નારાજગી છે. ઉપરાંત બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજ્યા બેંકના મર્જરને લઇને પણ નારાજગી છે. ૧૯૬૯ બાદથી આશરે ૪૭ બેંકોનું મર્જર થઇ ચુક્યું છે. મર્જર કોઇ નવી વાત નથી પરંતુ મર્જરના અનુભવ અમે જાણીએ છીએ. દેખીતીરીતે બેંક શાખાઓને બંધ કરવામાં આવી છે.