ઢાકા : ચક્રવાતી ફેની તોફાનના પરિણામે બાંગ્લાદેશમાં પણ ખળભળાટ મચી ગયો છે. તોફાનના કારણે ૨૦ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ૭૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ચક્રવાતી ફેનીના કારણે મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. બાંગ્લાદેશના અધિકારીઓએ કહ્યું છે કે ૧૬ લાખથી વધુ લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે કારણ કે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં બંધ તૂટી જવાના કારણે ૩૬થી વધુ ગામોમાં પાણી ભરાઈ ગયા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકોના મોત નોવાખલ અને લક્ષ્મીપુર સહિત આઠ જિલ્લાઓમાં થયા છે.
ચક્રવાતથી સૌથી પ્રભાવિત વિસ્તારોમાં આ વિસ્તારોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલાઓમાં બે વર્ષના એક બાળક અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. ભારતમાં ઓરિસ્સા અને ત્યારબાદ બંગાળમાં વાવાઝોડા હેઠળ ભારે નુકસાન થયા બાદ ચક્રવાતી તોફાન ફેની બાંગ્લાદેશમાં ત્રાટક્યું હતું. જ્યાં પણ ભારે નુકસાનના સમાચાર મળી રહ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં બાળકો પણ સામેલ છે. દેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આ ચક્રવાતી તોફાનથી સેંકડો મકાનો તૂટી પડ્યા છે.
બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ થઈ રહ્યો છે. સેંકડો ફ્લાઈટો પર અસર થઈ છે. આઠ જિલ્લાઓથી વધુ વિસ્તારોમાં હાલત કફોડી બની છે. લાખોને અસર થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે બંગાળના અખાતમાં ઉદ્ભવીને વિકરાળ શÂક્ત સાથે ઓરિસ્સામાં ત્રાટકીને અભૂતપૂર્વ નુકસાન કર્યા બાદ ખતરનાક ફેની તોફાનની પશ્ચિમ બંગાળમાં આજે એન્ટ્રી થઇ હતી. જેની અસર હેઠળ બંગાળમાં પણ ભારે વરસાદ જુદા જુદા વિસ્તારોમાં થયો હતો.
બંગાળમાં પણ જનજીવન પર અસર થઈ હતી. જાકે મોડેથી ચક્રવાતી ફેની તોફાન બાંગ્લાદેશ તરફ નબળુ પડીને આગળ વધી જતા ખતરો ટળી ગયો હતો. ચક્રવાતી ફેનીનો હવે બંગાળ ઉપર કોઈ ખતરો રહ્યો નથી. બાંગ્લાદેશમાં ત્રાટક્યા બાદ તેનાથી નુકસાન થઈ રહ્યું છે.