હવે બેંગ બેંગની સિક્વલમાં રિતિક- કેટરીનાની જાડી હશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : વિતેલા વર્ષોમાં ધુમ મચાવી ચુકાવી ફિલ્મ બેંગ બેંગની સિક્વલ ફિલ્મ બનાવવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પણ બન્નેની જાડી જ જાવા મળનાર છે. રિતિક રોશન અને કેટરીના કેફની જાડીને પહેલાની ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે સિક્વલમાં પણ બન્નેને સાથે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાના હેવાલ મળ્યા છે. વર્ષ ૨૦૧૪ની આ ફિલ્મ નાટિ એન્ડ ડેની હિન્દી રિમેક ફિલ્મ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધુમ કમાણી કરી હતી. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સિક્વલ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મના અન્ય કલાકારોની ટુંક સમયમાં જ પસંદગી કરવામાં આવનાર છે.

બેંગ બેંગ ફિલ્મની સિક્વલ ફિલ્મનુ નામ બેંગ બેંગ રિલોડેડ રાખવામાં આવનાર છે. ફિલ્મની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. આ સપ્તાહમાં જ ફોક્સ સ્ટાર હિન્દીએ પ્રોડ્યુસર્સ એસોસિએશન સમક્ષ બેંગ બેંગ રિલોડેડ નામ દાખલ કરાયુ છે. ફિલ્મમાં રિતિક અને કેટરીનાને કાસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ક્રિપ્ટ પર કામ પૂર્ણ થતાની સાથે જ ફિલ્મના શુટિંગને શરૂ કરવામાં આવનાર છે. જા કે આની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. હાલમાં રિતિક રોશન પોતાની આગામી ફિલ્મ સુપર-૩૦ના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પટણાના મેથ્સ ટિચર આનંદ કુમારના જીવન પર આધારિત છે.

બીજી બાજુ કેટરીના કેફ હાલમા સલમાન ખાનની ટુંક સમયમાં રજૂ કરવામાં આવનાર ભારત ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત છે.  રિતિક રોશન અને કેટરીના કેફે બેંગ બેંગની સિક્વલ ફિલ્મના સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરી નથી. રિતિક પણ દેશ વિદેશમાં મોટી સંખ્યામાં ચાહકો ધરાવે છે. તે ટોપ સ્ટાર પૈકી એક તરીકે રહ્યો છે. બેંગ બેંગની સિક્વલ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં ફ્લોર પર જઇ શકે છે.

Share This Article