નવી દિલ્હી : રાફેલ ડિલના મામલામાં સુપ્રીમ કોર્ટે કોઇપણ અનિયમિતતા હોવાનો સાફ ઇન્કાર કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલી વધી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ સુપ્રીમના ચુકાદા બાદ બચવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આ કોઈ પીછેહઠ નથી. આ મુદ્દો હજુ પણ લોકઅદાલતમાં સજીવ છે.
પાર્ટી સંસદમાં પણ આ મુદ્દાને ઉઠાવશે. પત્રકારો સાથે વાતચીત કરતા સિંધિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી રાફેલ ડિલના મામલામાં તપાસ કરવા સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરે છે. આ સોદાબાજી સંરક્ષણ મંત્રાલય દ્વારા ૫૮૦ અબજ રૂપિયાની અંદાજિત કિંમત માટે ૩૬ વિમાનો સાથે સંબંધિત છે. કોંગ્રેસ પાર્ટીની મશ્કેલી આગામી દિવસોમાં હજુ પણ વધી શકે છે. કારણ કે ભાજપ હવે આ મુદ્દે રાહુલને વધુ પ્રમાણમાં ભીંસમાં લેશે.