નવી દિલ્હી : ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં જેશે મોહમ્મદના છ ત્રાસવાદી અડ્ડાઓ પૈકી પાંચને ફુંકી માર્યા હતા. ઇન્ડિયન એરફોર્સ દ્વારા જારી કરવામાં આવેલા ઇન્ટરનલ રિવ્યુ ડોક્યુમેન્ટમાં આ મુજબની વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. બાલાકોટમાં હુમલાના સંબંધમાં કેટલીક વિગત સપાટી પર આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે મિરાજ ૨૦૦૦ જેટ વિમાનો મારફતે ઝીકવામાં આવેલા ઇઝરાયેલી સ્પાઇસ ૨૦૦૦ દ્વારા છ ટાર્ગેટ પૈકી પાંચને ટાર્ગેટ બનાવી દેવામાં આવ્યા હતા.
સુત્રોએ કહ્યુ છે કે સુધાર માટે સંભિવત ક્ષેત્રોના પોતાના મુલ્યાંકનમાં એરફોર્સે પાકિસ્તાન પર લીડ લેવા માટે ઉચ્ચ ટેકનિકલ ક્ષમતા વિકસિત કરવા પર ભાર મુક્યો છે. ઇન્ડિયન એરફોર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો સેનાની પાસે ઉચ્ચ ટેકનિકલ ક્ષમતા રહી હોત તો ૨૭મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના નિષ્ફળ હવાઇ હુમલા વેળા પણ પાકિસ્તાનને ભારે નુકસાન થયુ હોત.
આ રિપોર્ટમાં ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના બાલાકોટમાં જેશના અડ્ડાઓને ફુંકી મારવાની બાબત અંગે વિસ્તૃત વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં બાલાકોટ હુમલા અને પાકિસ્તાનના દુસાહસને લઇને પણ વાત કરવામાં આવી છે. ભારતે પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો. એર સ્ટ્રાઇક કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ભારે નુકસાન થયુ હતુ. એર સ્ટ્રાઇક બાદથી પાકિસ્તાને દોઢ મહિનાના ગાળામાં ૫૧૩ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને સરહદ પર ગોળીબાર કર્યો છે. જેના કારણે સરહદ પર Âસ્થતી તંગ રહી છે. ભારતીય સેના એલર્ટ છે.