નવી દિલ્હી : એરમાર્શલ (નિવૃત) સિમ્હાકુટ્ટી વર્ધમાને દાવો કર્યો છે કે ભારત દ્વારા પાકિસ્તાનમાં બાલાકોટમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા ત્યારે કેમ્પમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ હતા. ૩૦૦થી વધારે ત્રાસવાદીઓ માર્યા ગયા હશે. કારણ હુમલો કરાયો હતો ત્યારે કેમ્પમાં જ ત્રાસવાદીઓ હતા. વર્ધમાન વિંગ કમાન્ડર અભિનંદનના પિતા છે. જે પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. હવાઇ અથડામણ દરમિયાન વિંગ કમાન્ડર તેમનુ વિમાન તુટી પડ્યા બાદ પેરાશુટ સાથે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ફંગોળાઇ જઇને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા.
પાકિસ્તાનના યુદ્ધ વિમાનો ભારતીય ક્ષેત્રમાં હવાઈ હુમલાના પ્રયાસ કર્યા ત્યારે ભારતીય જેટે પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા હતા. આ ગાળા દરમિયાન ભારતનું એક મિગ વિમાન તુટી પડ્યું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન ખરાબ હવામાનના કારણે પવનના લીધે પાકિસ્તાન પહોંચી ગયા હતા. પેરાશૂટથી વિંગ કમાન્ડર કુદી ગયા ત્યારે ભારતના બદલે પાકિસ્તાનમાં નીચે ઉતરતા તેમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા હતા. ત્યારબાદથી સ્થિતિ વિસ્ફોટક બનેલી હતી.
આખરે વિંગ કમાન્ડરને લઇને જોરદાર દબાણ પાકિસ્તાન ઉપર લાવવામાં આવ્યું હતું. અભિનંદનના પિતા સિમ્હાકુટ્ટી એરમાર્શલના હોદ્દાથી નિવૃત્ત થયા હતા. ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં તેઓ જોડાયા હતા. તેઓ ઇસ્ટર્ન એર કમાન્ડના હેડ રહી ચુક્યા છે જે ચીનની સામે અભિયાનની જવાબદારી સંભાળે છે. એરમાર્શલ સિમ્હાકુટ્ટી વર્તમાન ફાઇટર પાયલોટ તરીકે ૧૯૭૩માં હવાઈ દળમાં જાડાયા હતા.પાકિસ્તાનના કબજામાં રહેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પહેલી માર્ચના દિવસે આખરે મોડી રાત્રે ભારત પહોંચતા દેશના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતુ. વાઘા સરહદ ઉપર દેશના લોકો અભિનંદનના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા.