મુંબઈ: નિષ્ક્રિય પરિવાર, તંગ સંબંધો અને ભ્રષ્ટ શાહી પરિવાર, બાલાજી ડિજિટલ જિયોહોટસ્ટાર સાથે તેની આગામી થ્રિલર કુલ લાવી રહી છેઍ વિધિસર ટીઝર આજે રજૂ કરાયું હોઈ રાયસિંગ પરિવારની ગાઢ અને ખતરનાક દુનિયામાં ડોકિયું કરાવતાં આ સિરીઝ 2જી મે, 2025થી પ્રસારિત થવા માટે સુસજ્જ છે. હત્યા, સ્મૃતિ અને રહસ્યની રૂવાડાં ઊભાં કરનારી વાતોથી દર્શકોને જકડી રાખવાના વચન સાથે આ ગાઢ પારિવારિક ડ્રામા શક્તિશાળી રાજવંશ આલેખિત કરે છે, જ્યાં પ્રેમ અને નુકસાન જૂઠાણું અને વેર સાથે નિકટતાથી બંધાયેલાં છે.
નિમરત કૌર, અમોલ પરાશર, રિદ્ધિ ડોગરા, ગૌરવ અરોરા, રોહિત તિવારી અને રાહુલ વોહરા અભિનિત આ રોચક વાર્તાનું ક્રિયેશન એકતા આર કપૂર અને શોભા કપૂરનું છે, જ્યારે દિગ્દર્શન સાહિર રઝા અને નિર્માણ બાલાજી ડિજિટલ દ્વારા કરવામાં આવ્યું છે.
તેની ભૂમિકા વિશે બોલતાં નિમરત કૌર કહે છે, કુલ એ યાદગીરી છે કે અમુક વાર પરિવારો ગાઢ રહસ્યો છુપાવી રાખે છે. હું ઈન્દિરાણીનું પાત્ર ભજવી રહી છું, જે લેયર્ડ, ગાર્ડેડ, આગઝરતી અને કોમ્પ્લેક્સ પણ છ અને દેખીતી રીતે જ તેને જીવંત કરવાનું પડકારજનક હતું! આ શો મૂક અને રહસ્યના વારસાને અલગ કરે છે અને વાર્તા કઈ રીતે ઉજાગર થાય છે તે દર્શકો જુએ તેની ઉત્સુકતા છે. કુલ કાચી ભાવનાઓથી ભરચક છે અને હું જિયોહોટસ્ટાર પર બધા જ તે અનુભવે તે માટે રોમાંચિત છું.
ડાયરેક્ટરઃ “કુલ ફક્ત થ્રિલર નથી, પરંતુ તે પરિવારો જેના વિશે બોલવાનું સાહસ કરી શકતા નથી તે અંધકારમય ખૂણાઓમાં ભતરે છે. દરેક ફ્રેમની પાછળ ચુપકીદી, કસૂર છુપાયેલાં છે અને દફનાવવામાં આવેલાં સત્યો સપાટી પર આવવા માટે માથું ઊંચકે છે. આ વાર્તા વારસા વિશે છે, રહસ્યમય વિશે છે, જે એટલું શક્તિશાળી છે કે પેઢી દર પેઢીને આકાર આપે છે અને આમાં એકતા અને શોભા કપૂરના દીર્ઘદ્રષ્ટા મન સાથે અસાધારણ કલાકારો સાથે કામ કરવાનું પરિવર્તનકારી લાગ્યું. અમે લાગણીશીલ અને કાચી ભાવનાઓ નિર્માણ કરી અને મને આશા છે કે જિયોહોટસ્ટાર પર દર્શકોને પણ દરેક ગોપનીયતા, અમે આપેલા દરેક પ્રયાસો મહેસૂસ થઈને રહેશે.’’