બજરંગી ભાઇજાનની મુન્ની થઇ 10 વર્ષની..!!

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ તો તમને યાદ જ હશે. ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રેમ દર્શાવતી આ ફિલ્મમાં સૌની ચહીતી મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા 10 વર્ષની થઇ ગઇ છે. વર્ષ 2008માં જન્મેલી હર્ષાલી બજરંગી ભાઇજાન બાદ પૂરા વિશ્વમાં છવાઇ ગઇ છે. 3 જૂન તેનો જન્મ દિવસ હતો. તેણે નાની ઉંમરમાં મોટા કારનામા કરીને દરેકને પોતાની તરફ આકર્ષી લીધા છે. બજરંગી ભાઇજાન ફિલ્મ દરેકને પસંદ આવી હતી. આમ જોવા જઇએ તો આખી ફિલ્મ મુન્ની પર જ ફિલ્માવવામાં આવી હતી. 10 વર્ષની નાની ઉંમરમાં હર્ષાલીના જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે.

બજરંગી ભાઇજાન ફિલ્મમાં પાકિસ્તાની મુસ્લિમ છોકરીના રોલ માટે 5000 છોકરીઓના ઓડીશન લેવામાં આવ્યા હતા. આ 5000 છોકરીઓમાંથી હર્ષાલીનું સિલેક્શન થયુ હતું. ઇન્ટરનેટની દુનિયામાં નાનકડી હર્ષાલીનું મોટુ નામ બની ગયું. સલમાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તેણે જેવી રીતે એક્ટિંગ કરી, કે ઘણા બધા એવોર્ડ પોતાના નામે કરી લીધા.

હવે હર્ષાલી અર્જુન રામપાલની સાથે ફિલ્મ ‘નાસ્તિક’માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ હમણા ચાલું છે. ટૂંક સમયમાં જ તે ફિલ્મ રિલીઝ થશે. નાનકડી હર્ષાલીના દુનિયાભરમાં લાખો- કરોડો ફેન્સ છે. વેલ, બી લેટેડ હેપ્પી બર્થડે સુપર ક્યુટી હર્ષાલી મલ્હોત્રા.

Share This Article