ચારધામની યાત્રા શરૂ કરવામાં આવી ચુકી છે. ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે પરંપરા મુજબ બદ્રીનાથ ધામમાં છ માસ સુધી માનવીની અને છ માસ સુધી દેવની પુજા કરવામાં આવે છે. શીતકાળના ગાળા દરમિયાન દેવર્ષિનારદ અહીં ભગવાન નારાયણની પુજા કરે છે. આ ગાળા દરમિયાન ભગવાન બદરી વિશાળના મંદિરમાં સુરક્ષા કર્મચારીઓ સિવાય કોઇ પણ અન્યો રહેતા નથી. નવેમ્બરમાં આને બંધ કરી દેવામાં આવે છે અને મેમાં કપાટને ખોલી દેવામાં આવે છે. પરંપરા મુજબ બદ્રીનાથ પર પહેલા ભગવાન શિવ નિવાસ કરતા હતા. પરંતુ ત્યારબાદ ભગવાન વિષ્ણુ અહીં રહેવા લાગી ગયા હતા. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને એકબીજાને પોતાના ભગવાન તરીકે ગણે છે. બંને એકબીજાના આરાધ્ય પણ છે.
પરંપરામા કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરે ભગવાન વિષ્ણુના કારણે ભોલે શંકરને આ જગ્યા કેમ છોડવી પડી હતી તેની પાછળ પણ કેટલીક બાબતો જાડાયેલી છે. હિન્દુ ધર્મની પૌરાણિક મુજબ બદ્રીનાથ ધામમાં ભગવાન શિવ પોતાના પરિવારની સાથે નિવાસ કરતા હતા. એ વખત વિષ્ણુ એવા એકાંત વિસ્તારની શોમાં હતા જ્યાં તેમનુ ધ્યાન કોઇ ભંગ કરી શકે નહીં. આવી સ્થિતીમાં તેમને જે જગ્યા પસંદ પડી હતી તે જગ્યા બદ્રીનાથની હતી. જે પહેલાથી જ ભગવાન શંકરના આવાસ તરીકે હતી. ભગવાન વિષ્ણુએ આવી સ્થિતીમાં એક તરકીબ લગાવી હતી. જેના ભાગરૂપે વિષ્ણુ ભગવાને નાના બાળકના વેશમાં આવીને પ્રવેશ દ્ધાર પર રઢવાની શરૂઆત કરી. જેથી માતા પાર્વિત બહાર આવ્યા હતા. અને બાળકને મનાવવા લાગી ગયા હતા.
માતા પાર્વતી બાળકને ઘરમાં લઇને જવા લાગ્યા ત્યારે ભગવાન શિવ વિષ્ણુની લીલાને સમજી ગયા હતા. ભગવાન શિવે પાર્વતીને બાળકને ઘરમાં લઇને ન આવવા કહ્યુ હતુ. જા કે પાવર્તી માન્યા ન હતા. પાર્વતીએ ઘરમાં ત્યારબાદ બાળકને સુવડાવી દીધુ હતુ. જ્યારે બાળક ઉંઘ ગયો ત્યારે માતા પાર્વતી બહાર આવ્યા હતા. ત્યારબાદ બાળકના વેશમાં લીલા કરી રહેલા ભગવાન હરિએ દરવાજા અંદરથી બંધ કરી લીધા હતા. જ્યારે ભગવાન શિવ પરત ફર્યા ત્યારે કહ્યુ કે તેમને આ જગ્યા ધ્યાન માટે ખુબ પસંદ છે. તમે કૃપા કરીને પરિવારની સાથે કેદારનાથ ધામમાં જતા રહો. હુ મારા ભક્તોને અહં દર્શન આપીશુ. ત્યારબાદથી બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુના લીલા સ્થળ તરીકે અને કેદારનાથ ધામ શિવની ભૂમિ તરીકે છે. બંનેની યાત્રાને સાથે કરવામાં આવે તો જ યાત્રાના લાભ મળે છે.