અમદાવાદ : પ્રિમીયર બેડમિન્ટન લીગની મહત્વની મેચો આ વખતે સૌપ્રથમવાર અમદાવાદમાં તા.૨થી ૬ જાન્યુઆરી દરમ્યાન જોવા મળશે. સ્પોટ્ર્સલાઇવ દ્વારા તા.૨૨ ડિસે.થી તા.૧૩ જાન્યુ.સુધી પ્રિમીયર બેડમિન્ટન લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓલિમ્પિક મેડાલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન્સ સહિત ભારતના ચુંનદા ખેલાડીઓની બેડમિન્ટનની રમતની મોજ માણવા મળશે.
ખાસ કરીને પીબીએલમાં ભારતની સ્ટાર ખેલાડીઓ પી.વી.સિંધુ, સાયના નેહવાલ, સિક્કી રેડ્ડી, શ્રીકાંત કિદમ્બી સહિતના ખેલાડીઓ રમતા જોવા મળશે, અમદાવાદીઓ માટે સૌપ્રથમવાર આ સ્ટાર ખેલાડીઓને જોવાની અને તેમની રમતની લુત્ફ ઉઠાવવાની તક પ્રાપ્ય બનશે એમ અત્રે સ્પોર્ટસ લાઇવના એકઝીકયુટીવ ડાયરેકટર પ્રસાદ મંગીપુડી અને બેડમિન્ટન એસોસીએશન ઓફ ઇÂન્ડયાના જોઇન્ટ સેક્રેટરી મયુર વી.પરીખે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીબીએલની આ ૪થી સીઝન છે પરંતુ તેવિશ્વની લોકપ્રિય ઇવેન્ટમાં સામેલ થઇ ચૂકી છે. કારણ કે, તેને જાનારા દર્શકોની સંખ્યા લાખોમાં વધી રહી છે. આ વખતની પીબીએલનીસ્પર્ધામાં ૯ ટીમો ભાગ લેશે. જેમાં દેશ-વિદેશના ૧૦૦થી વધુ બેડમિન્ટ પ્લેયર્સ ભાગલેવાના છે. જેમાં અમદાવાદની અનુષ્કા પરીખની ગેમ અમદાવાદ શહેર માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
૧૭ દેશોના ખેલાડીઓની નવ અલગ-અલગ ટીમો મુંબઇ, હૈદ્રાબાદ, પૂણે, અમદાવાદ, બેંગ્લોર સહિતના શહેરોમાં વિવિધરાઉન્ડમાં ટકરાશે અને છેલ્લે બેંગ્લોરમાં પ્રિમીયર બેડમિન્ટન લીગની ફાઇનલ રમાશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં હવે માત્ર ક્રિકેટની રમત જ લોકપ્રિય નથી રહી પરંતુ લોકો હવે ધીરે ધીરે બેડમિન્ટ સહિતની અન્ય રમતો પણ લોકપ્રિય બનાવતા જાય છે અને તેથી અન્ય રમતોમાં પણ આપણા દેશની ખાસ કરીને આંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાઓ અને ખેલાડીઓને પીબીએલ જેવા પ્લેટફોર્મ થકી તક પૂરી પાડવાના આશયથી આ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે. આગામી ત્રણ ચાર વર્ષમાં ગુજરાતસહિત દેશભરમાં નવી એકેડમીની સ્થાપના અને નેટવર્ક વિસ્તાર પામ્યા બાદ ઉગતા ખેલાડીઓમાટે નવી તક પ્રાપ્ય બનશે.