બાડમેર : લોકસભા ચુંટણી માટે રાજસ્થાનમાં મિશન-૨૫ ને લઈને જોરદાર ચુંટણી પ્રચારમાં લાગેલા ભારતીય જનતા પાર્ટીએ આજે આક્રમક પ્રચાર જારી રાખ્યો હતો. આજે ચુંટણી પ્રચારના ચોથા તબક્કા માટેનો અંત આવ્યો હતો. આજે ચોથા તબક્કા માટે ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપે તમામ તાકાત લગાવી હતી. ભાજપ તરફથી ગ્લેમરનો રંગ પણ ઉમેરવામાં આવ્યો હતો. ભાજપમાં હાલમાં જ સામેલ થયેલા સન્ની દેઓલે બાડમેરમાં રોડ શો કરીને ભાજપની તરફેણમાં માહોલ બનાવવાના પ્રયાસ કર્યા હતા. આ ગાળા દરમિયાન એકબાજુ રેલીમાં જોરદાર લોકો ઉમટી પડ્યા હતા.
બેકગ્રાઉન્ડમાં સન્ની દેઓલના સમર્થકો તેમની ફિલ્મ ગદરના ડાયલોગ હિન્દુસ્તાન જિંદાબાદ થા, જિંદાબાદ હે ઓર જિંદાબાદ રહેગાના નારા લગાવતા નજરે પડ્યા હતા. બેકગ્રાઉન્ડમાં સમર્થકો નારેબાજી કરતા નજરે પડ્યા હતા. સ્પીકર ઉપર પણ આ ડાયલોગ બોલવામાં આવી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ સન્ની દેઓલો પ્રથમ વખત રોડ શો યોજ્યો હતો. ૨૯મી એપ્રિલના દિવસે રાજસ્થાનમાં ૧૩ લોકસભા સીટપર મતદાન થનાર છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હારમનો સામનો કરવો પડ્યો હતો.
હવે ભારતીય જનતા પાર્ટીની સામે તેમના ગુમાવી દીધેલા જનાધારને પરત મેળવવાનો પડકાર છે. સત્તારૂઢ કોંગ્રેસ આ વખતે પ્રદેશની તમામ ૨૫ સીટ પર જીત મેળવીને દિલ્હીની સત્તા સુધી પહોંચવાના પ્રયાસમાં છે. આજે બંને પાર્ટીઓએ તમામ તાકાત લગાવી હતી. સન્ની દેઓલની તરફેણમાં નારેબાજી કરવામાં આવી હતી. સમર્થકોના હાથમાં સન્નીના પોસ્ટર પણ દેખાયા હતા. સન્ની દેઓલ ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયા બાદ ગુરૂદાસપુરમાંથી ચુંટણી મેદાનમાં છે. સન્નીના પિતા અને વીતેલા વર્ષોના સ્ટાર ધર્મેન્દ્ર પણ ચુંટણી લડી ચુક્યા છે.