સાઉથની ફિલ્મમાં બચ્ચનનું પદાર્પણ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

75વર્ષથી વધુની આયુ ધરાવનાર અમિતાભ બચ્ચને હાલમાં જ એક ફિલ્મ 102 નોટ આઉટનું શૂટિંગ પૂર્ણ કર્યુ છે અને તેમની એનર્જી યુવાનને શરમાવે તેવી છે. 102 નોટ આઉટનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તરત જ જોધપૂરમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શૂટિંગ આરંભ્યુ હતું.
અમિતાભ બચ્ચને દક્ષિણ ભારતીય ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ છે જેમાં તે સાઉથ ઇન્ડિયાના મેગાસ્ટાર ચિરંજીવી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મનું નામ સે રા નરસિમ્હા રેડ્ડી છે અને આ એક પિરીયડ ડ્રામા છે. બિગબીએ આ ફિલ્મનું હૈદરાબાદમાં શૂટિંગ શરૂ કરી દીધુ છે.બીગબી એ આ જાણકારી ટ્વિટ પણ કરી છે અને તેમના બ્લોગ દ્વારા પણ જણાવી છે. તેમણે કહ્યું છે કે તેમના મિત્ર ચિરંજીવીની તેલુગુ ફિલ્મમાં તે મહેમાન કલાકાર તરીકે ફિલ્મનો હિસ્સો બનશે. વધેલી દાઢી સાથે ફોટો પોસ્ટ કરતા બચ્ચને કહ્યું હતુ કે આ ફિલ્મનો ફાઇનલ લૂક નથી પરંતુ તેમનો લૂક ફિલ્મમાં કંઇક આવો જ હશે.
દક્ષિણના પોપ્યુલર સ્વતંત્રતા સેનાની ઉલ્લાડવાયા નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત હશે આ ફિલ્મ જેમાં રામ ચરણ તેજા,સુરેન્દ્ર રેડ્ડી, જગપતિ બાબૂ અને નયનતારા મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઇ હતી અને આ વર્ષે રિલીઝ થવાની સંભાવના છે.
અમિતાભ બચ્ચનનો દાઢી વાળો લૂક 102 નોટ આઉટની યાદ અપાવે છે. ફિલ્મમાં અમિતાભ 75 વર્ષના રિષી કપૂરના ફાધરનો રોલ કરી રહ્યાં છે. 102 નોટ આઉટ 4 મે ના રોજ રિલીઝ થશે.

Share This Article