Baba Vanga Predictions 2026: વર્ષ 2026ની શરૂઆત થઈ ચૂકી છે અને આ વર્ષની બુલ્ગારિયાની ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. તેના નામ ફેલાઈ રહેલી એક નવી ભવિષ્યવાણીએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2026માં આર્થિક મંદી આવી શકી છે અને શેર માર્કેટ પણ ક્રેશ થઈ શકે છે. સાથે જ AI દુનિયા માટે જોખમ બની શકે છે અને કેટલીક એવી ઘટનાઓ ઘટી શકે છે, જે પહેલા ક્યારેય જોવા મળી નથી, જેમાં પ્રાદ્યોગિકી, રાજનીતિ, પ્રકૃતિ અને અંતરિક્ષના ક્ષેત્રેમાં મટી ઘટનાઓ ઘટી શકે છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2026થી જ માણસ ધીમે ધીમે મશીનોના ગુલામ થવાના શરૂ થઈ જશે. આવો જાણીએ, વર્ષ 2026ને લઈને કરવામાં આવેલી બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વિશે.
આર્થિક વ્યવસ્થા અંગેની ભવિષ્યવાણી
બાબા વેંગાએ વર્ષ 2026 માટે આર્થિક વ્યવસ્થા અંગે ચેતવણી આપી હોવાનું કહેવાય છે. તેમની ભવિષ્યવાણી મુજબ 2026માં વૈશ્વિક આર્થિક મંદી અને નાણાકીય અસ્થિરતા આવી શકે છે. આ મંદીના કારણે અનેક નબળા દેશોની અર્થવ્યવસ્થા ધરાશાયી થઈ શકે છે અને ત્યાંના લોકો માટે જીવન મુશ્કેલ બની શકે છે. સાથે સાથે 2026માં બેંકો પર પણ ભારે દબાણ વધવાની શક્યતા છે, જેના કારણે કેટલાક મોટા બેંકો પણ નિષ્ફળ થવાની સ્થિતિમાં આવી શકે છે.
AI દુનિયા માટે ખતરો
બાબા વેંગાએ 2026માં કૃત્રિમ બુદ્ધિ (AI) અંગે પણ ચેતવણી આપી હોવાનું માનવામાં આવે છે. તેમના અનુમાન મુજબ 2026માં AIનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધશે અને માનવ ધીમે ધીમે મશીનો પર નિર્ભર બની જશે. મોટા ભાગનું કામ AI કરશે અને માનવનું કાર્યક્ષેત્ર સીમિત થતું જશે. AI એટલું શક્તિશાળી બની શકે છે કે માનવ તેને નિયંત્રિત કરી શકશે નહીં. જીવનના દરેક ક્ષેત્ર પર AIનો સીધો પ્રભાવ પડશે. નોકરીઓ, પ્રશાસન અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં મશીનોનું પ્રભુત્વ એટલું વધી જશે કે માનવ સંસ્કૃતિ મશીન શાસનના યુગમાં પ્રવેશ કરશે. વિશ્લેષકોનું માનવું છે કે AI ટેકનોલોજીની ઝડપી પ્રગતિ પહેલેથી જ આવી આશંકાઓને બળ આપે છે.
પ્રકૃતિના પ્રતિશોધનું વર્ષ
યુરોપના અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબા વેંગાએ વર્ષ 2026ને પ્રકૃતિના પ્રતિશોધનું વર્ષ ગણાવ્યું હતું. તેમણે ભયાનક ભૂકંપો, જ્વાળામુખી વિસ્ફોટો અને અતિશય જલવાયુ પરિવર્તનની આગાહી કરી હતી, જેના કારણે પૃથ્વીની અંદાજે 7થી 8 ટકા જમીન અસરગ્રસ્ત થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે વર્તમાન જલવાયુ સંકટ અને વધતું તાપમાન આ ભવિષ્યવાણી સાથે કેટલીક હદ સુધી સુસંગત જણાય છે.
પુતિન વૈશ્વિક રાજનીતિના કેન્દ્રસ્થાને
સૌથી વધુ ચર્ચિત દાવો એ છે કે નવેમ્બર 2026માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વૈશ્વિક રાજનીતિના કેન્દ્રિય નેતા બની જશે. તેમના નેતૃત્વ હેઠળ રશિયા નવી યુગની શક્તિના કેન્દ્ર તરીકે ઉભરી આવશે. વિશ્લેષકો માને છે કે રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં આ દાવાને લઈને વિવિધ રાજકીય વ્યાખ્યાઓ કરવામાં આવી રહી છે. જો કે વૈજ્ઞાનિકોએ આ ભવિષ્યવાણીઓને માત્ર કલ્પના કહીને નકારી કાઢી છે, છતાં તેણે સામાન્ય લોકોના મનમાં કૌતૂહલ અને ભય પેદા કર્યો છે. ઘણા લોકોનું માનવું છે કે ઇતિહાસમાં કેટલીક ભવિષ્યવાણીઓ આંશિક રીતે સાચી સાબિત થઈ હોવાને કારણે, 2026ની આ આગાહી સંપૂર્ણ રીતે અવગણવી યોગ્ય નથી.
કોણ હતા બાબા વેંગા?
બલ્ગેરિયાની પ્રખ્યાત ભવિષ્યવક્તા મહિલાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુષ્ટેરોવા હતું, જેઓ બાબા વેંગા તરીકે જાણીતા થયા. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો અને 1996માં તેમનું અવસાન થયું હતું. બાબા વેંગાએ 9/11ના આતંકવાદી હુમલા, પ્રિન્સેસ ડાયનાની મૃત્યુ, અનેક યુદ્ધો અને કુદરતી આપદાઓ અંગે અગાઉથી આગાહી કરી હોવાનું કહેવાય છે, જેમાંથી ઘણી આગાહીઓ હદ સુધી સાચી સાબિત થઈ છે. હાલ સોશિયલ મીડિયા પર વર્ષ 2026ને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ભારે ચર્ચાનો વિષય બની રહી છે.
