બાબા રામદેવ અને વિજય માલ્યા બનશે ગોવિંદા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગોવિંદા એક નવી ફિલ્મ સાથે મોટા પરદે પાછા ફરશે. જેનું નામ છે, રંગીલા રાજા. અભિનેતા ગોવિંદા બાબા રામદેવ અને વિજય માલ્યાના પાત્રમાં પણ નજર આવશે. ગોવિંદાનો ફિલ્મમાં ડબલ રોલ હશે.

ગોવિંદા ટોટલ ચાર રોલ કરતા નજરે ચડશે. ફિલ્મના બે પાત્ર અસલી જીવનના બાબા રામદેવ અને વિજય માલ્યાથી પ્રેરિત છે. ગોવિંદાની બે તસવીરો ખૂબ વાઇરલ થઇ છે. જેમાંથી એક તસવીરમાં તે વાદળી કલરના સૂટમાં ગંભીર મુદ્રામાં દેખાઇ રહ્યા છે. જે વિજય માલ્યાનું પાત્ર છે. ગોવિંદાએ આ પાત્રમાં મૂછો પણ રાખી છે. જ્યારે બીજા ફોટોમાં ભગવા રંગના કપડામાં લાંબી દાઢી સાથે દેખાઇ રહ્યાં છે તે પાત્ર બાબા રામદેવનું પાત્ર છે.

ઘણા લાંબા સમયથી ગોવિંદાને બોલિવુડમાં વાપસી કરવી હતી, પરંતુ કોઇ સારી સ્ક્રીપ્ટ અને વાર્તા નહોતી મળતી. હવે આ ફિલ્મ રંગીલા રાજા દ્વારા ગોવિંદા મોટા પરદે પાછો ફરશે. છેલ્લે હોલી ડે ફિલ્મમાં નાના રોલમાં દેખાયા બાદ ગોવિંદા કેટલાય સમયથી ગાયબ હતા. આ ફિલ્મ દ્વારા ગોવિંદા જ્યારે ફિલ્મોમાં પાછા ફરી રહ્યાં છે ત્યારે મોટો સવાલ એ રહેશે કે યુવા હિરોના આ જમાનામાં ગોવિંદાની ફિલ્મ ચાલશે કે ફ્લોપ જશે. હવે આ સવાલનો જવાબ તો ત્યારે જ મળશે જ્યારે ફિલ્મ રિલીઝ થશે.

Share This Article