ફીવર એફએમ, એફટીસી અને માય એફએમ દ્વારા પતંજલિ સાથે ભાગીદારીમાં ભારતનો સૌપ્રથમ 129 દિવસનો ફિટનેસ ફેસ્ટિવલ મિશન ફિટ ઈન્ડિયા નવી દિલ્હીમાં લોન્ચ કર્યાની જાહેરાત કરી હતી. બોલીવૂડનો અભિનેતા સુનીલ શેટ્ટી આ રોમાંચક ચળવળનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાળકૃષ્ણની પણ હાજરી જોવા મળશે. આ 120 દિવસના ફિટનેસ ફેસ્ટિવલને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો છે અને તે ભારતનાં 43 શહેરોમાં લોકો સુધી પહોંચશે.
આ અવસરે બોલતાં આચાર્ય બાળકૃષ્ણએ જણાવ્યું હતું કે સ્વામી રામદેવ, ભાઈ સુનીલ શેટ્ટી અને હું યોગ આયુર્વેદ આરોગ્યવર્ધક જીવન જીવવામાં આપણને કઈ રીતે મદદરૂપ થાય છે તે સમજવા માટે લોકોને મદદરૂપ થવા મિશન ફિટ ઈન્ડિયા માટે એકત્ર આવ્યા છીએ. અમે ફિટનેસ વિશેની બધી ખોટી માન્યતાઓ દૂર કરવાના એકસમાન હેતુથી એકત્ર આવ્યા છીએ અને દરેક પરિવારને આરોગ્યવર્ધક રહેવાની સરળ પદ્ધતિઓ વિશે વાકેફ કરીશું અને તેમની રુચિ જગાવીશું. મને મિશન ફિટ ઈન્ડિયાનો હિસ્સો બનવાની બેહદ ખુશી છે, કારણ કે દેશમાં પહેલી જ વાર આટલા મોટા પાયા પર આ પ્રકારનું મિશન ફિટ ઈન્ડિયા યોજાઈ રહ્યું છે.
મિશન ફિટ ઈન્ડિયા ઝુંબેશનો હેતુ દરેક ભારતીયને ફિટ રહેવા પ્રોત્સાહન આપવાનો અને આરોગ્યવર્ધક રહેવું તે જટિલ, સમય માગી લેતું અને કઠોર છે એ ખોટી માન્યતા દૂર કરવાનો છે.
ફિટનેસ ફેસ્ટિવલ પર પોતાનો અભિપ્રાય આપતાં બાબા રામદેવે જણાવ્યું હતું કે દરેક સિક્કાની બે બાજુ હોય તેમ આરોગ્યની પણ બે બાજુ હોય છે, જેમાં શરીર અને મનનો સમાવેશ થાય છે. બંનેને તમારા સંપૂર્ણ વેલનેસ માટે એકસમાન ધ્યાન આપવાની જરૂર પડે છે. યોગ અને આયુર્વેદ બંનેની સંભાળ રાખે છે અને તે કઈ રીતે રાખવી જોઈએ તે વિશે મિશન ફિટ ઈન્ડિયા સમજણ આપશે. ફિટ રહેવું એટલે શરીર કસાયેલું હોવું જોઈએ એવું નથી. જો આરોગ્યવર્ધક મનનો તેને સાથ નહીં હોય તો તે નકામું બની જાય છે. મિશન ફિટ ઈન્ડિયા આધ્યાત્મિક વેલનેસ છે, જેથી હું તેની સાથે પોતાને આસાનીથી જોડી શકું છું અને ભારતને વધુ ફિટ બનાવવા અને ફિટનેસની વાસ્તવિકતાઓ વિશે વાકેફ કરવાના એકસમાન હેતુનો હિસ્સો બનવાની મને ખુશી છે.
120 દિવસમાં ચાર તબક્કા હશે, જેમાં ફિટ બેઝિક્સ, સુનીલ કી સેના, ફિટનેસ વોર્સ અને ફિનાલેનો સમાવેશ રહેશે. દરેક તબક્કામાં લોકોને ફિટ રહેવાના પ્રયાસમાં સામનો કરવા પડે તે મુખ્ય પડકારોને પહોંચી વળવામાં આવશે.
ફિટ બેઝિક્સ લોકોને મોટે ભાગે સામનો કરવો પડે તે ખોટી માન્યતાઓ અને બહાનાઓને પહોંચી વળશે. આ તબક્કામાં દર્શકો સુનીલ શેટ્ટી સાથે વાત કરી શકશે, જે તેમને શ્રોતાઓને માનવીલક્ષી ફિટનેસની સલાહો આપશે. બીજા તબક્કામાં સુનીલ કી સેનામાં ફિટનેસનાં વિવિધ ક્ષેત્રના 21 ફિટનેસ નિષ્ણાતો હશે, જેમાં વૃંદા મહેતા (સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર), કાંચન કોયા (સ્પાઈસ સ્પાઈસ બેબીની નિર્માતા) અને વિવેક રતનાની (સેલિબ્રિટી શેફ) વગેરે ફિટનેસ, આસાન કસરતો, માનસિક આરોગ્ય, શારીરિક પરિવર્તન, વેલનેસ અને પોષણ પર શ્રોતાઓને માર્ગદર્શન આપશે.
મિશન ફિટ ઈન્ડિયા પર બોલતાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે ફિટનેસ એવું ક્ષેત્ર છે જ્યાં આ દેશમાં એકધાર્યા પ્રયાસો કરવાની જરૂર છે. આ પેઢીને ફિટ રહેવા માટે સતત ચિંતાઓ રહે છે ત્યારે યોગ્ય માર્ગદર્શનનો અભાવ અને ખોટી માન્યતાઓ અને ગેરમાન્યતાઓને લીધે લોકો આ દિશામાં સક્રિય પગલું લેવાથી અટકે છે. આથી આ ચળવળનું લક્ષ્ય આ દેશના દરેક નાગરિક માટે ફિટનેસને આસાન બનાવવાનું છે.
ઝુંબેશના ત્રીજા તબક્કામાં ફિવર એફએમ અને માય એફએમનાં 43 શહેરોમાં આરજે સૌથી ફિટ બનવાનો પડકાર ઝીલશે. દરેક આરજે તેમના સંબંધિત શહેરમાંથી શ્રોતાની પણ પસંદગી કરશે, જે તેમને માટે પડકાર ઝીલશે. આગામી થોડા સપ્તાહોમાં ટીમો સુનીલ શેટ્ટી અને તેની ટીમ દ્વારા ધ્યાનપૂર્વક ઘડવામાં આવેલા ફિટનેસ અને વેલનેસ નિયોજનનું પાલન કરશે.
મિશન ફિટ ઈન્ડિયા પર બોલતાં એચટી મિડિયા લિ.ના રેડિયો અને એન્ટરટેઈનમેન્ટના સીઈઓ હર્ષદ જૈને જણાવ્યું હતું કે ફિવર એફએમ હંમેશાં શ્રોતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમને ઊંડાણથી જોડતી પહેલો ઓફર કરે છે. જેઓ સમય કાઢે અને આરોગ્યવર્ધક રહેવાના પ્રયાસ કરે તેમને માટે જ્ઞાન અને કાર્યક્રમોની કોઈ અછત નથી. જોકે સમય ઓછો છે અને અત્યંત વ્યસ્ત સમયપત્રક હોય તેમને માટે બહુ જૂજ પહોંચક્ષમ કાર્યક્રમો છે. ફીવર એફએમ, એફટીસી અને માય એફએમ તરફથી મિશન ફિટ ઈન્ડિયા જવાબદારીઓને લીધે વ્યસ્ત રહેતી વ્યક્તિઓ, જેમ કે, ગૃહિણી, નોકરિયાત સ્ત્રી અને કોર્પોરેટ એક્ઝિક્યુટિવો માટે હેલ્થ અને વેલનેસ ચળવળ છે. તીવ્ર ફિટનેસમાં નહીં હોય તેમને માટે પોતાની જગ્યામાં આસાન અને સહજ રીતે આરોગ્યવર્ધક બનવા કિચન, ઘર અથવા ઓફિસ પણ છે. અમને ખાતરી છે કે રેડિયોના ઈતિહાસમાં આ સૌથી મોટી આરોગ્યની ઝુંબેશ બની રહેશે. ફીવર એફએમ રેડિયોને શ્રેણી- સંગીત નાવીન્યતા, રેડિયો ડ્રામા, કન્ટેન્ટના નવા પ્રકાર, રેડિયો પર વાસ્તવિકતા, સૌપ્રથમ ઓન- એર વેડિંગ અને હવે સૌથી મોટી આરોગ્ય અને ફિટનેસ ચળવળમાં અવ્વલ સ્થાપિત થતા વિચારકો બનવાનું ગૌરવજનક લાગે છે.
મિશન ફિટ ઈન્ડિયાના આખરી તબક્કામાં ટોચની કામગીરી કરનારા આરજે અને તેમના સાથીઓ એકાગ્ર પરિવર્તનશીલ પડકારો માટે ઉત્તરાખંડમાં જશે, જ્યાં તેઓ સૌથી ફિટ કોણ છે તે સિદ્ધ કરવા માટે સ્પર્ધા કરશે.
મિશન ફિટ ઈન્ડિયા રોજ 13 ફીવર એફએમ શહેરો અને 30 માય એફએમ શહેરોમાં પ્લેઆઉટ થશે. ઝુંબેશની પહોંચ ડિજિટલ મંચો, જિયો સિનેમા, જિયો મ્યુઝિક, સાવન અને ટાટા સ્કાય સાથે વ્યૂહાત્મક જોડાણ સાથે વધુ ફેલાવવામાં આવશે, જેઓ અજોડ વિડિયો અને કન્ટેન્ટ હોસ્ટ કરશે. ઝુંબેશ દેશભરના બધા પ્રિન્ટ મિડિયામાં પ્રમોટ કરાશે અને તેને વિવિધ ઓન ગ્રાઉન્ડ એક્ટિવેશન્સ થકી ટેકો આપીને આ ઝુંબેશની એકત્રિત પહોંચને દેશભરના અધધધ 220 મિલિયન લોકો સુધી લઈ જવાશે.
મિશન ફિટ ઈન્ડિયા ઝુંબેશની પહોંચ પર બોલતાં માય એફએમના બિઝનેસ હેડ રાહુલ જે નામજોશીએ જણાવ્યું હતું કે દેશમાં ફિટનેસ વિશે માન્યતા બદલી નાખનારી પહેલ મિશન ફિટ ઈન્ડિયા રજૂ કરવામાં અમને બેહદ ખુશી થાય છે. ફિટનેસ આપણા રોજબરોજના નિત્યક્રમનો મહત્ત્વપૂર્ણ ભાગ છે અને વ્યસ્ત સમયપત્રકને લીધે મોટે ભાગે તેની અવગણના થતી હોય છે. માય એફએમ ટિયર 2 અને 3 શહેરોમાં સૌથી વિશાળ રેડિયો નેટવર્ક ધરાવે છે અને અમારી વ્યાપક પહોંચ અમારા દર્શકો સુધી પહોંચવા માટે આદર્શ મંચ છે. અમને આશા છે કે આ ભવ્ય સફળતા રહેશે અને દેશમાં અસરકારક પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે.
મિશન ફિટ ઈન્ડિયા પર બોલતાં જિયોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ તેજ ગતિની દુનિયા માટે ફિટનેસ મહત્ત્વપૂર્ણ પરિબળ છે. મનને ફિટ રાખવા માટે શરીર ફિટ હોવું જોઈએ, જે મંત્રનું આપણે પાલન કરવું જોઈએ.
અમે અમારા 196 મિલિયનથી વધુ જિયો ઉપભોક્તાઓને વધુ મૂલ્ય પ્રદાન કરવા પર ભાર આપીએ છીએ ત્યારે આ મિશન ફિટ ઈન્ડિયા સાથે આ વિશેષ ભાગીદારી અત્યંત આરોગ્યવર્ધક જીવન જીવવા માટે જિયો સાવન અને જિયો સિનેમા થકી અમારા બધા જિયોના ઉપભોક્તાઓ માટે કક્ષામાં ઉત્તમ ફિટનેસ કન્ટેન્ટ પૂરી પાડશે.
જિયોમાં અમે અમારા કર્મચારીઓને ફિટનેસ પર કેન્દ્રિત થવા અને રમતો રમવા માટે પણ પ્રોત્સાહન આપીએ છીએ. અમે અમારા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે અમારા કેમ્પસમાં અત્યાધુનિક સ્પોર્ટિંગ સુવિધા પણ નિર્માણ કરી છે.
સેલિબ્રિટીઓ, પ્રભાવશાળીઓ, આરજે અને અવ્વલ ફિટનેસ અને વેલનેસના નિષ્ણાતો મિશન ફિટ ઈન્ડિયાની આગેવાની કરશે, જેમનું લક્ષ્ય ભારતને આરોગ્યવર્ધક બનાવવાનું છે. કાર્યક્રમની શક્તિ અને પહોંચ આ ચળવળ આપણા દેશમાં દૂરસુદૂર સુધી પહોંચે અને પરિવર્તન લાવે તેની ખાતરી રાખશે.