બાહુબલીની નોરાનો દિલબર..!!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એસ.એસ.રાજમૌલીની સુપર ડુપર હિટ ફિલ્મ બાહુબલીમાં એક આઇટમ સોંગ મનોહરી દ્વારા ફેમસ થયેલી નોરા ફતેહી ફરી એક વાર ચર્ચામાં છે. મનોહરી દ્વારા ખૂબ પ્રશંસા મેળવનારી નોરા જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં પણ એક આઇટમ નંબર કરી રહી છે.                                  

1999માં આવેલી ફિલ્મ સિર્ફ તુમના સુપરહિટ સોંગ દિલબરની રિમેક સત્યમેવ જયતેમાં દર્શાવવામાં આવી છે. જેમાં નોરા ફતેહીએ ડાન્સ કર્યો છે. નોરાએ તેના બેલી ડાન્સ દ્વારા દર્શકોને આકર્ષ્યા છે. ફિલ્મના હિરો અને હિરોઇન કરતાં વધારે ચર્ચા નોરાના દિલબર સોંગની થઇ રહી છે. લાલ અને સફેદ એમ બે અલગ અલગ કલરના આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની માદક અદાઓ દરેકને ઘાયલ કરે તેવી છે. જ્હોન અબ્રાહમને તે સોંગમાં ફાઇટ કરતા બતાવવામાં આવ્યો છે. યુટ્યુબ પર અત્યારે આ સોંગ #2 ટ્રેન્ડિંગમાં છે.

નોરાની તારીફ બાહુબલીના મનોહરી ગીત માટે પણ થઇ હતી. તેમાં તેણે બીજી બે મોડલ સાથે સ્ક્રીન શેર કરી હતી. આ સોંગમા તે એકલી જ ડાન્સ કરતી જોવા મળે છે.

Share This Article