બિઝનેસ ટુ બિઝનેસ ફોર્મેટમાં કામ કરનાર કંપનીઓ પણ હવે સોશિયલ મિડિયા પ્લેટફોર્મને પોતાના પ્લાનિંગમાં સામેલ કરવા લાગી છે. આ એ ફોર્મેટ છે જેમાં કોઇ બિઝનેસ પોતાની પ્રોડક્ટસ અને સર્વિસ કોઇ બીજા બિઝનેસને આપે છે. આ ફોર્મેટમાં કસ્ટમર એક અન્ય બિઝનેસમાં હોય છે. હજુ સુધી સોશિયલ મિડિયા પર બિઝનેસ વોરમાં બી ટુ બી સી ફોર્મેટવાળી કંપનીઓ વધારે સક્રિય રહે છે. હવે બીટુબી કંપનીઓ વચ્ચે પણ સોશિયલ મિડિયામાં ગળા કાપ સ્પર્ધા શરૂ થઇ ગઇ છે.
તમે પણ બીટુબી ફોર્મેટ સાથે જોડાયેલા છો તો લિન્કડિન પર એક્ટિવિટીને વધારી દેવાની જરૂર છે. હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બીટુબી ફોર્મેટવાળી કંપનીઓના સૌથી વધારે ફોલોઅર્સ લિન્કડિન પર છે. લિન્કડિન પર એક્ટિવ બીટુબી કંપનીઓના સરેરાશ ફોલોઅર્સથી સંખ્યા એક લાખ કરતા વધારે છે.
જ્યારે ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ આવી કંપનીઓ માટે ખાસ ફાયદાકારક રહ્યા નથી. બીટુબી કંપનીઓના ફોલોઅર્સ જ્યાં ફેસબુક પર સરેરાશ ૩૪ હજાર છે. ટ્વિટર પર આવી કંપનીઓન ફોલોઅર્સ સરેરાશ ૧૮ હજાર છે. ઇન્સ્ટાગ્રામ પર ત્રણ હજાર અને પિન્ટરેસ્ટ પર બીટુબી ફોર્મેટવાળી કંપનીઓના ફોલોઅર્સ સરેરાશ ૪૦૦ છે. લિંકડિન પર સૌથી વધારે ફોલોઅર્સ છે.