પ્રશ્નો પુછનારા વિરૂદ્ધ પણ આઝમ ભારે ખફા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી આઝમ ખાને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરીને ચર્ચા જગાવી દીધી ટ્ઠછે. સમાજવાદી પાર્ટીના વિદિશાના પૂર્વ રાજ્યસભા સાંસદ મુન્નવર સલીમના અંતિમસંસ્કારથી પરત ફરતી વેળા આઝમ ખાને મિડિયાના પ્રશ્નોના જવાબમાં ફરી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મિડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવતા આઝમ ખાને પત્રકારોને પણ આડેધડ જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ અહીં આપના વાલિદના મોતમાં આવ્યા હતા.

આઝમ ખાને રવિવારના દિવસે જનસભા દરમિયાન જયા પ્રદાના નામનો ઉલ્લેખ કર્યા વગર આકરી પ્રતિક્રિયા આપી હતી. આ નિવેદન બાદ આજે આઝમ ખાન મધ્યપ્રદેશના વિદિશામાં પહોંચ્યા હતા જ્યાં કેટલાક પત્રકારોએ આઝમ ખાનને જયાપ્રદાને લઇને તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને પ્રશ્નો કર્યા હતા.

Share This Article