મુંબઈ : બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને 7 વર્ષમાં બીજીવાર સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. સોશિયલ મીડિયામાં કરેલ એક પોસ્ટમાં તેમણે આ માહિતી લોકો સાથે શેર કરી હતી. આ પહેલા તે વર્ષ 2018માં પણ આ ગંભીર બીમારી સામે જંગ લડી હતી. પરંતુ સાત વર્ષ બાદ ફરી એકવાર તાહિરાને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ અંગેની માહિતી ખુદ તાહિરાએ તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી છે. આ પોસ્ટ પછી ચાહકો તેને હિંમત આપી રહ્યા છે. આ સાથે તેને જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેના દિયર અપારશક્તિ ખુરાનાએ પણ તેના ભાભીની આ પોસ્ટ પર સ્પેશિયલ કોમેન્ટ કરી છે.
તાહિરા કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને લખ્યું છે કે, ‘સાત વર્ષ સુધી નિયમિત ચેકઅપ કરાવ્યા પછી જે ચિત્ર સામે આવ્યું તેના પરથી પરથી હું એક સલાહ આપવા માંગુ છું કે, સમયાંતરે મેમોગ્રાફી કરાવતા રહેવું જોઈએ. આ મારો બીજો રાઉન્ડ છે, અને હું હજુ પણ મજબૂત છું.‘
આ સાથે એક કેપ્શનમાં તેમણે લખ્યું છે. ‘જ્યારે પણ જીંદગી આપણને લીંબુ આપે છે, ત્યારે તેનું લીંબુ પાણી બનાવો. જ્યારે જીદંગી તેને ફરીથી તમારા પર ફેંકે છે, તો શાંતિથી તેને તમારી પસંદગીનો કાલા ખટ્ટામાં મિક્સ કરી દો. કારણ કે આ એક રીતે સારૂ છે અને બીજું તમે જાણો છો કે, તમે ફરી એકવાર તમારૂ કરી બતાવશો.‘
તાહિરાની પોસ્ટ પર તેના દિયર અપારશક્તિ ખુરાનાએ પણ કોમેન્ટ કરીને તેની હિંમત વધારી હતી. તેણે કોમેન્ટમાં લખ્યું છે કે, ભાભી, અમને ખબર છે કે તમે આમાંથી પણ બહાર નીકળી જશો.”
ઉલ્લેખનીય છે કે, તાહિરા કશ્યપને વર્ષ 2018 માં બ્રેસ્ટ કેન્સર થયું હતું. પોતાની આ સફર વિશે ખુલીને વાત કરી હતી. આ સાથે તેણે બ્રેસ્ટ કેન્સર વિશે તેણે લોકોને પણ જાગૃત કર્યા હતા. આ સમય દરમિયાન તેણે બ્રેસ્ટ કેન્સરના નિશાન પણ બતાવ્યા હતા. વિશ્વ કેન્સર દિવસ પર લોકોને દરેક વાત જણાવી હતી. પછી ભલે તે કેન્સર દરમિયાન વિતાવેલા દિવસો હોય કે સારવાર દરમિયાન હોય. આ મુશ્કેલ સમયમાં તેણે પોતાના બધા વાળ કાઢી નાખ્યા હતા.