નવી દિલ્હી: સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સામાજિક સુરક્ષા યોજનાઓ માટે આધાર કાર્ડ જરૂરી રહેશે. હવે તેમાં એક નવી ચીજ ઉમેરવામાં આવી રહી છે. હવે તેમાં આયુષ્યમાન ભારત યોજના પણ જાડાઈ ગઈ છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એક વખતથી વધુવાર લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. જા કે, પહેલી વખત આ યોજનાનો લાભ લેવા પર અગાઉની જેમ જ આધાર કાર્ડ જરૂરી રહેશે નહીં. એક મોટા અધિકારીએ આ અંગેની માહિતી આપી છે. આયુષ્યમાન ભારત યોજનાને લાગૂ કરનાર નેશનલ હેલ્થ એજન્સીના સીઈઓ ઇન્દુ ભૂષણે કહ્યું છે કે, આ યોજનાનો લાભ બીજી વખત ઉઠાવવા માટે જા કોઇની પાસે આધાર કાર્ડ નથી તો તેને સાબિતી આપવી પડશે કે લાભાર્થીએ આધાર કાર્ડની નોંધણી માટે અરજી કરી દીધી છે. ભૂષણે કહ્યું હતું કે, અમે આધાર ઉપર આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઇ રહ્યા છે.
બીજી વખત આયુષ્યમાન ભારતનો લાભ લેવા માટે આધાર નંબર અથવા તો આધાર માટે અરજીના પુરાવા દસ્તાવેજ તરીકે રજૂ કરવા પડશે. જા કે, પ્રથમ વખત યોજનાનો લાભ પહેલાની જેમ જ મળી શકશે. આ યોજનાનો લાભ લેવા માટે કોઇ આધાર અથવા કોઇ ઓળખપત્ર જમા કરાવી શકાય છે. અલબત્ત પ્રથમ વખત આ યોજનાનો લાભ લેવા માટે ઓળખપત્ર જમા કરાવવાના રહેશે નહીં. આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશનના નામમાં ફેરફાર કરીને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાને ૨૩મી સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં શરૂ કરી દીધી હતી. સરકારી આંકડા મુજબ હજુ સુધી ઓછામાં ૪૭૦૦૦ લોકો આ યોજનાનો લાભ લઇ ચુક્યા છે. નેશનલ હેલ્થ એજન્સીના ડેપ્યુટી સીઈઓ દિનેશ અરોડાના કહેવા મુજબ ઓછામાં ઓછા ૯૨૦૦૦ લોકોને હજુ સુધી ગોલ્ડ કાર્ડ આપવામાં આવી ચુક્યા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના ૧૦.૭૪ કરોડ સૌથી ગરીબ પરિવારોને વાર્ષિક ૫ લાખ રૂપિયાની મદદ કરવાનો છે.