નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે રામ મંદિરના મામલે માત્ર ત્રણ મિનિટ સુધી સુનાવણી કરી હતી. ત્યારબાદ મધ્યસ્થતા માટે ૧૫મી ઓગષ્ટ સુધીનો સમય આપી દેવામાં આવ્યો હતો. બાબરી મસ્જિદ રામ જન્મ ભૂમિ મામલાને મધ્યસ્થતા માટે મોકલી દેવામાં આવ્યાના બે મહિના બાદ સુપ્રીમ કોર્ટે શુક્રવારના દિવસે રાજકીય રીતે ખુબ સંવેદનશીલ આ મામલામાં સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મામલામાં સુનાવણી કરવાની તૈયારી કરી છે.
સુપ્રીમ કોર્ટે રાજકીય રીતે મહત્વપૂર્ણ કેસમાં સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી મિનિટોમાં પૂર્ણ થઇ ગઇ હતી. આ મામલાની સુનાવણી સીજેઆઇ રંજન ગોગોઇ, જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડ, જસ્ટીસ અશોક ભુષણ અને જસ્ટીસ એસ અબ્દુલ નજીર દ્વારા હાથ ધરવામાં આવી હતી. દશકોથી અટવાયેલા અયોધ્યા જમીન વિવાદ કેસને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો આઠમી માર્ચે આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે આના માટે ત્રણ સભ્યોની પેનલની રચના પણ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજ જસ્ટીસ કલીફુલ્લા, ઉપરાંત આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુનો સમાવેશ થાય છે. આ પેનલની રચના કરવામાં આવ્યા બાદ હવે સમગ્ર પ્રક્રિયાને ઝડપથી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જા કે વિવાદનો ઉકેલ આવવામાં હજુ ખુબ સમય લાગી શકે છે.
અગાઉની સુનાવણી વેળા ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે કોર્ટની બાજ નજર હેઠળ મધ્યસ્થીની કાર્યવાહી બિલકુલ ગુપ્ત રાખવામાં આવશે. મિડિયાને મંજુરી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યુ હતુ કે મધ્યસ્થીની પ્રક્રિયા ઓન કેમેરા આયોજિત કરવામાં આવે તે જરૂરી છે. મધ્યસ્થતાની પ્રક્રિયા ફૈજાબાદમાં હાથ ધરવામાં આવનાર છે. આનુ નેતૃત્વ જસ્ટીસ (નિવૃત) એફએમ કલીફુલ્લાહ કરનાર છે. જેમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ પણ સામેલ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તમામ લોકોમાં આને લઇને ચર્ચા જોવા મળી રહી છે. મિડિયામાં મધ્યસ્થીની પ્રક્રિયાના રિપો‹ટગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મધ્યસ્થીના અગાઉ ચાર પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. જે તમામ ફ્લોપ રહ્યા છે.
સૌથી પ્રથમ વખત પ્રયાસ વર્ષ ૧૯૯૦માં કરવામાં આવ્યો હતો. એ વખતે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જો કે આ વાતચીત ભાંગી પડી હતી. બીજા વાતચીતનો પ્રયાસ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યો હતો. એ વખતે પણ મંત્રણા ફ્લોપ રહી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મામલાના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્ત અને નિરીક્ષણ હેઠળ મધ્યસ્થીને લઇને ચુકાદો અનામત રાખ્યો હતો.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સૂચના આપી હતી. બેંચમાં એસએ બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભુષણ, એસએ નઝીર પણ હતા.