અમદાવાદ : અયોધ્યામાં રામમંદિર નિર્માણ તાકીદે થવું જાઇએ. કેન્દ્ર સરકારે હિન્દુ સમાજની લોકલાગણીને ધ્યાનમાં લઇ અયોધ્યામાં તાકીદે રામમંદિર નિર્માણની કાર્યવાહી કરવી જાઇએ. આગામી દિવસોમાં આ મામલે દિલ્હી કૂચ કરી કેન્દ્ર સરકાર પર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ પણ કરાશે એમ અત્રે ઇન્ડિયન માનવાધિકાર એસોસીએશન, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પ્રેમચંદ યાદવ અને જાઇન્ટ સેક્રેટરી રવજીભાઇ ઉલવારાણાએ જણાવ્યું હતું. તેમણે રામમંદિર નિર્માણની લડતમાં વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, બજરંગ દળના સહિતના તમામ હિન્દુ સંગઠનોને જાડાવવા અને રામમંદિર નિર્માણની માંગણી બુલંદ કરવા ઇન્ડિન માનવાધિકાર એસોસીએશન તરફથી આહ્વાહન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશની સંસ્કૃતિ અને સભ્યતા મંદિરોથી જ શરૂ થાય છે અને પ્રસ્થાપિત થાય છે.
વિદેશમાં પણ મંદિરો થકી આપણી ઓળખ અનોખી અને અલગ પ્રસ્થાપિત થઇ છે. પ્રાચીન વૈદિક કાળથી રાજાઓ અને શાસકો પણ ધાર્મિક હતા. આપણા દેશમાં મંદિરો જ ધાર્મિક આસ્થાનું સૌથી મોટુ પ્રતિક છે. ઇતિહાસ સાક્ષી છે કે, કેટલાય ક્રૂર મોગલ શાસકોએ સત્તાના જારે મંદિરો તોડવાના હીન કૃત્યો આચર્યા હતા. અયોધ્યામાં રામમંદિર હોવાના નક્કર પુરાવા હતા, છે અને રહેશે. આ સંજાગોમાં રામમંદિર નિર્માણમાં કોઇ બાધ કે અંતરાય હોવો જાઇએ નહી.
ઇન્ડિયન માનવાધિકાર એસોસીએશન, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પ્રેમચંદ યાદવ અને જાઇન્ટ સેક્રેટરી રવજીભાઇ ઉલવારાણાએ વધુમાં જણાવ્યું કે, ઇન્ડિયન માનવાધિકાર એસોસીએશનની આજની બેઠકમાં ગુજરાતભરમાંથી હોદ્દેદારો અને પદાધિકારીઓ એકત્ર થયા છે અને સૌકોઇએ અયોધ્યામાં તાકીદે રામમંદિર નિર્માણની માંગણી બુલંદ કરી છે. આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના તમામ હિન્દુ સંગઠનોને રામમંદિર નિર્માણની લડતમાં જાડાવા અને તેની માંગણી બુલંદ કરવા હાકલ કરી હતી. લોકલાગણીને ધ્યાનમાં રાખી વ્યાપક લોકજુવાળ ઉભો કરવા અને અયોધ્યામાં તાકીદે વિશ્વભરમાં ઓળખ સમું ભવ્યાતિભવ્ય રામમંદિરનું નિર્માણ થાય તે માટે આગામી દિવસોમાં ઇન્ડિયન માનવાધિકાર એસોસીએશન દ્વારા દિલ્હી તરફ કૂચ કરાશે અને દિલ્હીમાં જઇ કેન્દ્ર સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરવામાં આવશે. ઇન્ડિયન માનવાધિકારી એસોસીએશનની આજની બેઠકમાં પ્રભારી જે.પી.યાદવ, દિનેશ શર્મા સહિતના અનેક આગેવાનો અને પદાધિકારીઓ રાજયભરમાં ભાગ લેવા આવ્યા હતા.