ધર્મસભાની સાથે સાથે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 અયોધ્યા :  અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદની સુચિત ધર્મસભાને લઇને સ્થિતી વિસ્ફોટક બની ગઇ છે. રામ મંદિર નિર્માણ માટે સંકલ્પ લેવા માટે બે લાખથી પણ વધારે લોકો પહોંચશે તેવો દાવો વિહિપ દ્વારા કરવામાં આવ્યા બાદ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. આના ભાગરૂપે અયોધ્યાને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સીસીટીવી અને ડ્રોન મારફતે Âસ્થતી પર નજર રાખવામાં આવી રહી છે.સ્ફોટક સ્થિતીની સાથે સાથે નીચે મુજબ છે

  • વિશ્વ હિન્દુ પરિષદની સુચિત ધર્મસભાને લઇનેસ્થિતી વિસ્ફોટક બની ગઇ છે
  • મંદિર નિર્માણ માટે સંકલ્પ લેવા માટે બે લાખથી પણ વધારે લોકો પહોંચશે તેવો દાવો વિહિપ દ્વારા કરવામાં આવ્યા બાદ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ
  • અયોધ્યાને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
  • સીસીટીવી અને ડ્રોન મારફતે સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે
  • અયોધ્યા અને નજીકના જિલ્લાની પોલીસ ઉપરાંત પીએસી પ્રાંતીય સશ† પોલીસ દળની મોટા પાયે તૈનાતી કરવામાં આવી છે
  • પીએસીની ૪૮ કંપની તૈનાત કરી દેવામાં આવી છે. ચારેબાજુ બ્લેક કમાન્ડો પણ ગોઠવી દેવામાં આવ્યા છે
  • જેમ જેમ વિહિપ સમર્થકોની ભીડ વધી રહી છે તેમ તેમ સુરક્ષા દળમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે
  • સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ અયોધ્યાને આઠ ઝોન અને ૧૬ સેક્ટરમાં વિભાજિત કરવાનો નિર્ણય કરવામાં આવન્યો છે
  • અયોધ્યા અને ફેઝાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ છે
  • વહિપના રોડ શો એવા વિસ્તારમાંથી પસાર થશે જ્યાં મુÂસ્લમ વિસ્તારો પણ છે અને મુÂસ્લમોની સંખ્યા વધારે છે જેથી સુરક્ષા વધારવામાં આવી છે

 

Share This Article