નવીદિલ્હી : અયોધ્યા કેસમાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેના ભાગરૂપે છઠ્ઠી ઓગસ્ટથી દરરોજ સુનાવણી કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અનુવાદ સહિત તમામ દસ્તાવેજ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં દસ્તાવેજાના અનુવાદ બાકી હોવાના અહેવાલ મળી ચુક્યા છે. અનુવાદ સહિતના દસ્તાવેજા ઝડપથી તૈયાર કરવા અને હાથમાં રાખવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીને લઇને પહેલાથી જ કોર્ટ સંકુલની આસપાસ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલો ઘણા સમયથી કોર્ટમાં અટવાયેલો છે. સાક્ષીઓના નિવેદનો ફારસી, સંસ્કૃત, ઉર્દૂ અને અન્ય જુદી જુદી ભાષામાં હતા જેના અનુવાદ પણ કરવામાં આવી ચુક્યા છે. હજુ કેટલાક દસ્તાવેજાના અનુવાદ બાકી રહેલા છે. સુપ્રીમમાં હવે સુનાવણીને લઈને ઉત્તેજના ફેલાઈ ગઈ છે.