નવી દિલ્હી : રાજકીયરીતે સંવેદનશીલ રામજન્મભૂમિ -બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં દરરોજ સુનાવણી થશે કે પછી વાતચીત મારફતે રસ્તો ખુલશે તે અંગે સુપ્રીમ કોર્ટ બીજી ઓગસ્ટના દિવસે ફેંસલો કરશે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટિને ૩૧મી જુલાઈ સુધી અંતિમ રિપોર્ટ જમા કરવા માટે આદેશ કરી દીધો છે. અંતિમ રિપોર્ટ મળી ગયા બાદ દરરોજ સુનાવણી કરાશે કે કેમ તે અંગે નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની સાથે સાથે નીચે મુજબ છે.
- અયોધ્યા મામલામાં દરરોજ સુનાવણી થશે કે વાતચીત મારફતે વિવાદનો ઉકેલ લવાશે તે સંદર્ભમાં બીજી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે
- મધ્યસ્થતા કમિટિને ૩૧મી જુલાઈ સુધી અંતિમ રિપોર્ટ જમા કરવાનો રહેશે
- અંતિમ રિપોર્ટ આવી ગયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ સંદર્ભમાં નિર્ણય કરાશે
- જસ્ટિસ કલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની પેનલ તરફથી મળેલા રિપોર્ટમાં અભ્યાસની પ્રક્રિયા ચાલી રહી છે
- ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે ૧૧મી જુલાઈના દિવસે રિપોર્ટ માંગ્યો હતો અને ત્યારબાદ ૨૫મી જુલાઈથી દરરોજ સુનાવણી કરવાના સંકેત આપ્યા હતા પરંતુ હવે બીજીએ આ સંદર્ભમાં નિર્ણય થશે
- પાંચ જજની બંધારણીય બેંચમાં જસ્ટિસ એસએસ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ નઝીર સામેલ છે
- હિન્દુ સંગઠન મધ્યસ્થતાની પ્રક્રિયા પુરી કરવા માટે રજૂઆત કરી રહ્યા છે
- હિન્દુ સંગઠન તરફથી રજૂઆત કરીને કહેવામાં આવ્યું છે કે, મધ્યસ્થતાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે કારણ કે, આનાથી વિવાદનો ઉકેલ આવશે નહીં
- મધ્યસ્થતા પેનલમાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુને સામેલ કરવામાં આવ્યા છે
- હિન્દુ સંગઠન તરફથી તર્કદાર દલીલો થઇ ચુકી છે