અયોધ્યાના રામજન્મ ભૂમિ -બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં હવે ઉકેલ વહેલી તકે આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ સહિત સંબંધિત પક્ષો તરફથી રજૂઆત કરવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટ દરરોજના આધાર પર સુનાવણી કરવામાં વ્યસ્ત છે. તમામ સંબંધિત પક્ષો દ્વારા જારદાર રજૂઆત કરવામાં આવી રહી છે. લાંબા સમય બાદ એ સમય આવી ગયો હોય તેમ દેખાય જે જ્યારે અંતિમ રૂપે આ મામલે કોઇ ફેંસલો કરવામાં આવનાર છે. જેની સાથે જ આ મામલાનો ઉકેલ પણ હવે આવી જશે. અયોધ્યા મામલે સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેંચ દ્વારા હાથ ધરવામાં આવતા આની સાથે જ સુનાવણીને લઇને ચાલી રહેલી અટકળોનો પણ અંત આવી ગયો છે. વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેની સામે ૧૪ અપીલ દાખલ કરવામાં આવી હતી. આ તમામ અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં મામલો આગળ વધી રહ્યો છે.
આ તમામ ચર્ચાસ્પદ મામલા પર નજર કરવમાં આવે તો કેટલીક નવી માહિતી સપાટી પર આવી શકે છે. સામાન્ય રીતે તો આ વિવાદની શરૂઆત ૧૮૮૫ સાથે થઇ હતી. પરંતુ આઝાદી બાદ ૨.૭૭ એકર જમીનની માલિકી અધિકાર માટેની લડાઇ તીવ્ર રીતે શરૂ થઇ ગઇ હતી. મુળભૂતરીતે વિવાદાસ્પદ જમીન પર માલિકી હકની લડાઇ તો દેશની અદાલતોમાં ૬૯ વર્ષ પૂર્ણ કરી ચુકી છે. વર્ષ ૧૯૪૯થી લઇને ૧૯૮૯ સુધી કુલ પાંચ વાદ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. આના પર એપ્રિલ ૨૦૦૨માં અલ્હાબાદ હાઇકોર્ટે સુનાવણી શરૂ કરી હતી. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે લખનૌની ખંડપીઠે વિવાદાસ્પદ સ્થળને રામજન્મભૂમિ ઘોષિત કરતા આની લડાઇ વધારી તીવ્ર બની ગઇ હતી. રામજન્મભૂમિ તરીકે આને ઘોષિત કરીને આને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાનો ચુકાદો આપ્યો હતો. આશરે સાત દશકના સફરમાં આ મુદ્દો કોઇને કોઇ રીતે દેશની રાજનીતિમાં પણ સતત છવાતો રહ્યો છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જાગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે.