નવીદિલ્હી : રાજકીયરીતે ખુબ જ સંવેદનશીલ અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષની દલીલો પૂર્ણ થઇ ગયા બાદ હવે વહેલી તકે ચુકાદો આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પ્રાપ્ત હેવાલ મુજબ નવેમ્બર મહિનાના અંત સુધીમાં સુપ્રીમ કોર્ટ આ સંબંધમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપી શકે છે. તમામ લોકો જાણે છે કે ૨.૭૭ એકર રામ જન્મભૂમિ -બાબરી મસ્જિદની જમીનના માલિકીના અધિકારને લઇને કાયદાકીય લડાઇ છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહી છે.
જો કે દશકોથી આ વિવાદનો ઉકેલ આવી શક્યો નથી. હિન્દુ પાર્ટીઓ તરફથી પણ દલીલો હવે પૂર્ણ કરી લેવામાં આવી છે. હિન્દુ પાર્ટીઓને અલ્હાબાદ હાઇકોર્ટે વિવાદાસ્પદ જમીન પૈકી બે તૃતિયાંશ હિસ્સો આપ્યો હતો. મામલાની સુનાવણી માટે ગંભીરતા દેખાઇ રહી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છઠ્ઠી ઓગષ્ટના દિવસે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ નિયમિત રીતે દરરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. છઠ્ઠી ઓગષ્ટના દિવસથી સુનાવણી શરૂ થઇ હતી. હવે મુસ્લિમ પક્ષો તરફથી સોમવારના દિવસથી પોતાની દલીલો કરવામાં આવનાર છે. આવી સ્થિતીમાં લાગી રહ્યુ છે કે વહેલી તકે સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. છેલ્લા ૨૫ દિવસના ગાળામાં જ મામલામાં અડધી સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી છે.
જો આવી જ સ્થિતી રહેશે તો વહેલી તકે તમામ સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. જેથી ચુકાદો પણ વહેલી તકે આવી જશે. હજુ સુધી ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસએ બોબડે, ડીવાય ચન્દ્રચુડ, અશોક ભુષણ અને એસ અબ્દુલ નજીરની બેંચે ઓછા સમયમાં રામ લલ્લા, નિર્મોહી અખાડા, ઓળ ઇન્ડિયા રામ જન્મસ્થાન સમિતી અને હિન્દુ મહાસભાના બે વર્ગની દલીલો સાંભળી લીધી છે. ઉપરાંત શિયા વક્ફ બોર્ડ તેમજ ગોપાલ સિંહ વિશારદના તરફથી પણ દલીલો કરવામાં આવી ચુકી છે. બેંચના વકીલોએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે તેઓ પોતાના જુદા જુદા તર્ક મુકી રહ્યા છે. બીજાની બાબતોને ન દોહરાવવા માટે કહેવામાં આવ્યુ છે.
હાલના સમયમાં સપ્તાહમાં પાંચ દિવસ માટે સુનાવણી કરવામાં આવી રહી છે. જેમાં મામલાને ખુબ ઝડપથી આગળ વધારી દેવામાં આવ્યો છે. જો કે સુન્ની વક્ફ બોર્ડ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને આનો એમ કહીને વિરોધ કર્યો છે કે આના કારણે તૈયારી કરવામાં સમય મળશે નહીં. જો કે કોર્ટે તેમની દલીલોને ધ્યાનમાં લીધી ન હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇ ૧૭મી નવેમ્બરના દિવસે નિવૃત થઇ રહ્યા છે. આવી સ્થિતીમાં કોર્ટ વર્તુળોમાં એવી ચર્ચા છે કે બેંચ સીજેઆઇની નિવૃતિ પહેલા આ ઐતિહાસિક ફેંસલો કરી શકે છે. વિવાદાસ્પદ જમીનનો બે તૃતિયાશ હિંસ્સો જેને મળ્યો તેમની સુનાવણી ૨૫ દિવસમાં પૂર્ણ થવાના કારણે હવે વહેલી તકે ચુકાદો આવે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટની પાસે હવે વહેલી તકે ચુકાદો આપવાની તક રહેલી છે.
આ મામલો છેલ્લા ૭૦ વર્ષથી કોર્ટમાં અટવાયો છે. આવી સ્થિતીમાં વહેલી તકે મામલાનો ઉકેલ આવે તેમ લોકો ઇચ્છે છે. આ સંવેદનશીલ મુદ્દા પર વર્ષોથી તંગદીલી રહી છે. વર્ષોથી આ મામલો ચૂંટણી મુદ્દો પણ બનતો રહ્યો છે. હવે તમામની નજર સોમવારના દિવસે થનાર સુનાવણી પર કેન્દ્રિત થઇ ગઇ છે. એ દિવસે મુસ્લિમ પક્ષોની દલીલો હાથ ધરવામાં આવનાર છે.