અયોધ્યા :અયોધ્યા એરપોર્ટનું નવું નામ નક્કી કરવામાં આવ્યું છે. હવે અયોધ્યા એરપોર્ટ ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે. ગયા બુધવારે અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ પણ બદલવામાં આવ્યું હતું. અયોધ્યા રેલવે સ્ટેશન હવે ‘અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માંગ પર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આગમન પહેલા રેલવે સ્ટેશન અને એરપોર્ટ બંનેના નામ બદલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અયોધ્યાના અત્યાધુનિક એરપોર્ટના પ્રથમ તબક્કામાં ૧,૪૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ ૬,૫૦૦ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતું હશે, જે વાર્ષિક અંદાજે ૧૦ લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ હશે. ટર્મિનલ બિલ્ડિંગનો આગળનો ભાગ રામ મંદિરના સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. ટર્મિનલ બિલ્ડીંગનો આંતરિક ભાગ સ્થાનિક કલા અને ભગવાન શ્રી રામના જીવનને દર્શાવતી ચિત્રોથી શણગારવામાં આવ્યો છે. તેમજ ટર્મિનલ બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે છે. અહીં પીએમ મોદી મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા ધામ અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીની મુલાકાતને લઈને અયોધ્યામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્વચ્છતાની સાથે સાથે વિવિધ સ્થળોને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરરોજ અયોધ્યાની મુલાકાત લે છે અને પીએમ મોદીની મુલાકાત માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરે છે. હાલમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા જંકશનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જંક્શનનું નામ બદલીને ‘અયોધ્યાધામ’ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સીએમ યોગીની આ ઈચ્છા પર રેલવેના ઉચ્ચ અધિકારીઓએ ચર્ચા કરી અને બુધવારે અયોધ્યા જંકશનનું નામ બદલીને અયોધ્યાધામ કરી દીધું. ઓક્ટોબર ૨૦૨૧માં સીએમ યોગીએ ફૈઝાબાદ જંક્શનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાનો ર્નિણય લીધો હતો. તેનો પ્રસ્તાવ પણ તેમના તરફથી કેન્દ્રને મોકલવામાં આવ્યો હતો. કેન્દ્રએ આ પ્રસ્તાવને મંજૂરી આપી અને ફૈઝાબાદ જંકશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ રાખ્યું.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more