નખ કાતરતાં કરી મૂકે તેવા પોતાના ડ્રામા અને રહસ્યના રોમાંચ વડે, કલર્સનું કૌન હૈ અગોચર ગતિવિધિઓ પરના અનોખા વર્ણનો વડે દર્શકોમાં કુતુહલ જગાવી રહેલ છે. ‘પિન્ડ દાન’ નામનો આનો આવી રહેલ એપિસોડ લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા, અયાઝ ખાનનું નિરૂપણ કરે છે જે દાવો કરે છે કે ભયથી પોતે અજાણ છે.
સૂત્રો જણાવે છે કે અયાઝ અગોચર ગતિવિધિઓમાં માને છે, પણ એમને પોતાને આવો કોઇ સીધો અનુભવ થયેલ નથી. વધુમાં, તે વર્ણન કરે છે કે આ તમારા માથાના પાછળના ભાગમાં એક ગલગલિયાં કરાવનાર લાગણી હોઇ શકે છે જેનો અનુભવ ફક્ત તમને થઇ શકે છે, પણ ચોકકસ પણ ખબર નથી જે ભયને અજાણ રાખનાર છે.
આ માનવા છતાં પણ, અયાઝે આ હોરર શોમાં ભૂમિકા લીધી છે અને સંપૂર્ણ કહાણી પિન્ડ દાન પૂજાની મધ્યમાં છતી થાય છે, જયારે મૃત માણસનો પુત્ર એકાએક એક તાંત્રિકની આત્માને પોતાના પર કબ્જો જમાવતી જણાય છે. ભૂતકાળનું એક રહસ્ય પોતાની જાતે જ છતું થાય છે જે પ્રકાશ પાડે છે કે મૃત તાંત્રિક કેવી રીતે પેલા છોકરાના વાસ્તવિક પિતા હતાં, જે પોતાના જ બાળકની બલિ ચઢાવવા અને વધુ શક્તિ મેળવવા માંગે છે. જો કે, પુત્ર માને છે કે અવસાન પામેલ માણસ જ પોતાના પિતા હતાં પાછળથી તેને સમજાય છે કે આ સજજન પુરુષે પોતાને અંધશ્રદ્ઘાની બેડીઓમાંથી છોડાવેલ અને તે પણ પોતાના જન્મદાતા પિતાના રોષમાંથી બચાવેલ હતો.
પોતાની ભૂમિકા અંગે બોલતાં અયાઝ ખાને કહ્યું, “નવી તકોની ઇચ્છામાં, ખાસ કરીને એવી જે પડકારરૂપ હોય મને ઉત્તેજીત કરે છે. કૌન હૈ? ખૂબ જ અલગ અનુભવ છે, હોરર શો માટે શૂટિંગ કરવાનો પડકાર એવો છે જે તમને જાણે કે તે વાસ્તવિક હોય તેવા સુપરનેચરલનો અનુભવ કરવા શકય બનવા જરૂરી હોય છે. એક અભિનેતા તરીકે, વિભિન્ન પ્રકારોને ખૂંદવાનું જરૂરી છે અને મને આનંદ છે કે મને આ તક સાંપડી છે. કહાણીનો હિસ્સો હોવાનું મેં માણ્યું છે અને આવા વધુ વિષયવસ્તુઓનો ભાગ બનવાની આશા સેવું છું.”