સબરીમાલા મંદિરના પ્રવેશ દ્વાર ખુલવા આડે ૨૪ કલાકથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે આ પ્રશ્નને લઇને કેરળમાં નવો સંગ્રામ છેડાઈ ગયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ સબરીમાલા મંદિરમાં આ વખતે મહિલાઓ પ્રવેશ કરી શકશે કે કેમ તેને લઇને પ્રશ્ન છેડાયેલો છે. ગુરુવારના દિવસે મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશને લઇને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક ફ્લોપ સાબિત થઇ હતી. સબરીમાલા વિવાદ શું છે તે નીચે મુજબ છે.
- ૨૦૦૬માં મંદિરના મુખ્ય જ્યોતિષ ઉન્નીકૃષ્ણને કહ્યું હતું કે, મંદિરમાં સ્થાપિત અયપ્પા પોતાની તાકાત ગુમાવી રહ્યા છે. કારણ કે તેઓ નારાજ છે. કારણ કે, મંદિરમાં કોઇ યુવા મહિલા પ્રવેશ કરી ગઈ છે
- ત્યારબાદ કન્નડ અભિનેતા પ્રભાકરના પÂત્ન જયમાલાએ દાવો કર્યો હતો કે, તેઓએ અયપ્પાની મૂર્તિને સ્પર્શ કરી હતી જેના લીધે અયપ્પા નારાજ થયા હતા. જયમાલાએ એમ પણ કહ્યું હતું કે, તે પ્રાયશ્ચિત કરવા માંગે છે
- જયમાલાના દાવા પર કેરળમાં ભારે હોબાળો થયો હતો અને મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા તરફ લોકોનું ધ્યાન ગયું હતું
- વર્ષ ૨૦૦૬માં રાજ્યના યંગ લોયર્સ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં આની સામે અપીલ દાખલ કરી હતી અને ૧૦ વર્ષ સુધી મહિલાઓના પ્રવેશને અટકાવી દેવાયો હતો
- અભિનેત્રી જયમાલાએ દાવો કર્યો હતો કે, ૧૯૮૭માં તે પોતાના પતિ સાથે મંદિરમાં દર્શન માટે પહોંચી હતી તે વખતે ભીડના લીધે તે ગર્ભગૃહમાં ધક્કામુક્કી વચ્ચે પહોંચી ગઈ હતી અને ભગવાન અયપ્પાના ચરણોમાં પડી ગઈ હતી. જયમાલાએ કહ્યું હતું કે, ત્યાં પુજારીએ તેમને ફુલ આપ્યા હતા
- બોર્ડે કહ્યું હતું કે, ભગવાન અયપ્પા ભ્રહ્મચારી હતા. આજ કારણસર બાળકીઓ અને યુવતીઓ જે નાની વયની છે તે મંદિરમાં પ્રવેશી શકે છે
- ૧૧મી જુલાઈ ૨૦૧૬ના દિવસે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મહિલાઓના મંદિરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધનો મામલો બંધારણીય બેંચને મોકલી શકાય છે
- ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે મામલો બંધારણીય બેંચને સોંપી દીધો હતો અને જુલાઈ ૨૦૧૮માં પાંચ જજાની બેંચ સમક્ષ સુનાવણી થઇ હતી
- ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજુરી આપી હતી.