મિસિસ ઇન્ડિયા કિરણ પંજવાણી કે જેઓ આ આલ્કલાઇન વૉટર આયોનાઈઝર ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે તેનું આજે અમદાવાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
AWI કંપનીના એમડી અને ડાયરેકટર રજનીશ પરમાર અને જસપાલસિંહ પુવાર પણ ખાસ હાજર રહ્યા હતા અને AWI Plus કંપની ની આલ્કલાઇન વૉટર આયોનાઈઝર અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી.
તમે આલ્કલાઇન પાણી (ક્ષારયુક્ત પાણી) વિશેના કેટલાક સ્વાસ્થ્ય દાવાઓ વિશે સાંભળ્યું હશે.
કેટલાક લોકો કહે છે કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે, તે તમારા શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે કોરોના વાયરસ સામે લડવા માટે કારગર સાબિત થઈ શકે છે. એટલું જ નહીં કેન્સર જેવા ગંભીર રોગો માટે પણ તે લાભદાયક છે.
શું છે આવા આલ્કલાઇન પાણી?
ક્ષારિય પાણીને સાયન્ટિફિક ભાષામાં આલ્કલાઇન પાણી પણ કહેવામાં આવે છે. એટલે કે ક્ષારિય પાણીમાં pHનું સ્તર વધુ હોય છે.
pH સ્તર એ એક સંખ્યા છે જે સૂચવે છે કે એસિડિક અને ક્ષારોનું સ્તર, જે 0થી 14ના સ્કેલ પર હોય છે. ઉદાહરણ તરીકે, જો સ્તર 1 છે, તો તેનો અર્થ એ છે કે પાણી ખૂબ જ એસિડિક છે અને જો તે 13 છે, તો તે ખૂબ જ ક્ષરવાળું છે. નિયમિત પીવાના પાણી કરતા આલ્કલાઇન પાણીમાં pH સ્તરનું પ્રમાણ વધારે હોય છે.
આલ્કલાઇન પાણીમાં 8 અથવા 9નું pH સ્તર હોય છે જે સામાન્ય પાણીનું pH હોય છે. એવું માનવામાં આવે છે કે આલ્કલાઇન પાણી ધીમે ધીમે શરીરમાં એસિડના પ્રમાણને ખતમ કરે છે.
શરીરમાં એસિડ ઓગળવાની આ પ્રક્રિયા વિવિધ રોગોને રોકવામાં પણ મદદ કરે છે.
તાજેતરમાં, આવા આલ્કલાઇન પાણી તેના ઘણા સ્વાસ્થ્ય લાભોને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યું છે ત્યારે AWI plus કંપની દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ આલ્કલાઇન વૉટર આયોનાઈઝર નું નિદર્શન આજરોજ અમદાવાદ ખાતે મિસિસ ઇન્ડિયા 2019 કિરણ પંજવાણી અને જાણીતા મહેમાનો હાજર રહ્યા હતા.