અમદાવાદ: આવાસ ફાઇનાન્શિયર્સ લિમિટેડ દ્વારા તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ ઇક્વિટી શેરદીઠ કિંમત (શેર પ્રીમિયમ સહિત) પર રોકડનાં બદલામાં રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેમાં રૂ. ૪૦૦૦ મિલિયન (ફ્રેશ ઇશ્યૂ) સુધીનાં કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને ૧૬,૨૪૯,૩૫૯ ઇક્વિટી શેરનાં વેચાણ માટેની ઓફર સામેલ છે. આ આઇપીઓનો બિડ/ઓફરનો ગાળો તા.૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૮૧૮થી રૂ. ૮૨૧ છે. બિડ્સ લઘુતમ ૧૮ ઇક્વિટી શેર માટે અને પછી ૧૮ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે એમ અત્રે કંપનીના ડાયરેકટર સુશીલ અગ્રવાલ અને સીએફઓ ઘનશ્યામ રાવતે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઓફરમાં લેક ડિસ્ટ્રિક્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (લેક ડિસ્ટ્રિક્ટ) દ્વારા ૮,૮૧૫,૪૩૯ ઇક્વિટી શેર, પાર્ટનર્સ ગ્રૂપ ઇએસસીએલ લિમિટેડ (ઇએસસીએલ અને લેક ડિસ્ટ્રિક્ટ સાથે સંયુક્તપણે પ્રમોટર વિક્રેતા શેરધારકો)નાં ૪,૨૮૧,૯૦૭ ઇક્વિટી શેર, કેદારા કેપિટલ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ – કેદારા કેપિટલ એઆઇએફ ૧ (કેદારા એઆઇએફ-૧ અથવા રોકાણકાર વિક્રેતા શેરધારક)નાં ૨૩૬,૩૩૯ ઇક્વિટી શેર અને પાર્ટનર ગ્રૂપ પ્રાઇવેટ ઇક્વિટી માસ્ટર ફંડ એલએલસી (માસ્ટર ફંડ અથવા રોકાણકાર વિક્રેતા શેરધારક)નાં ૧,૮૭૯,૧૧૦ ઇક્વિટી શેર અને સુશીલ કુમાર અગ્રવાલનાં ૯૧૧,૫૬૪ ઇક્વિટી શેર અને વિવેક વિગનાં ૧૨૫,૦૦૦ ઇક્વિટી શેર (સંયુક્તપણે અન્ય વિક્રેતા શેરધારકો અને સંયુક્તપણે પ્રમોટર વિક્રેતા શેરધારકો, રોકાણકાર વિક્રેતા શેરધારકો અને
પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરધારક, વિક્રેતા શેરધારકો અને આ પ્રકારની વેચાણની ઓફર, ઓફર ફોર સેલ) સામેલ છે. ઓફરનાં ગ્લોબલ કો-ઓર્ડિનેટર્સ એન્ડ બુક રનિંગ લીડ મેનેજર્સ (જીસીબીઆરએલએમ) આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને સ્પાર્ક કેપિટલ એડવાઇઝર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ છે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) એચડીએફસી બેંક લિમિટેડ છે. સેબી આઇસીડીઆરનાં નિયમનો મુજબ, અમારી કંપની અને વિક્રેતા શેરધારકો જીસીબીઆરએલએમ અને બીઆરએલએમ સાથે ચર્ચા કરીને એન્કર રોકાણકારોને સહભાગી કરવા વિચારી શકે છે. એન્કર રોકાણકાર બિડિંગની તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખ એટલે કે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં એક દિવસ અગાઉ રહેશે. આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમો, ૧૯૫૭નાં નિયમ ૧૯(૨)(બી), જેમાં થયેલા સુધારા (એસસીઆરઆર) હેઠળ થઈ છે.
ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૦૯, સુધારા સાથે (સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ) નિયમન ૨૬(૧) અનુરૂપ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે ઓફર રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી) (ક્યુઆઇબી કેટેગરી)ને ઓફર કરવામાં આવશે, જેમાં શરત એ છે કે સેબી આઇસીડીઆરનાં નિયમનો (એન્કર ઇન્વેસ્ટર પોર્શન) મુજબ, કંપની અને વિક્રેતા શેરધારકો જીસીબીઆરએલએમ અને બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી કેટેગરીનો ૬૦ ટકા હિસ્સો એન્કર રોકાણકારોને વિવેકાધિન ધોરણે કરી શકે છે, જેમાંથી એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને થયેલી ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત (એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇઝ) પર પ્રાપ્ત માન્ય બિડને આધિન છે. સબસ્ક્રિપ્શન ઓછું થવાનાં કે એન્કર રોકાણકાર પોર્શનમાં બિન-ફાળવણીનાં કિસ્સામાં બાકીનાં ઇક્વિટી શેરને ક્યુઆઇબી કેટેગરીમાં ઉમેરવામાં આવશે.