વિશ્વના નંબર 5 સન વાન હુએ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિક્ટર એક્સેલસેનને હરાવતા વોડાફોન પ્રિમિયર બેડમિન્ટન લિગ સિઝન 4માં ધ અરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે અત્રે અવધ વોરિયર્સે અમદાવાદ સ્મેશ માસ્ટર્સ સામે વિજય મેળવ્યો હતો.
વિશ્વના નંબર 10 બેઈવેન ઝેંગે પણ તેની ટ્રમ્પ મેચે અવધને તેની આ સત્રની ચાર ટાઈમાંની ત્રીજી મેચ જીતી છે. સ્મેશ માસ્ટર્સનો આ બીજો પરાજય છે કે જઓ સત્ર 4ના પ્રારંભે બોર્ડમાં આગળ હતા.
બર્થડે બોય વિક્ટર એક્સેલસન સામે સન વાન હુનો 15-7,8-15 અને 15-10થી વિજય થયો હતો. આ સત્રમાં એક્સેલસનનો આ ત્રીજો પરાજય હતો. અગાઉ અવધના બેઈવેન ઝેંગે અમદાવાદની ક્રિસ્ટી ગિલમોરને પરાજય આપ્યો હતો. બન્ને વચ્ચે જોરદાર મુકાબલ થયો અને ઝેંગે ગેમ 10-15, 15-11, 15-11થી જીતી લીધી હતી.
મેન્સ ડબલ્સ ખૂબજ મનોરંજક બની હતી. અવધના લિ યંગ અને મેથિયાસ ક્રિસ્ટિયનસેનનો અમદાવાદના સાત્વિકસાંઈરાજ રેન્કીરેડ્ડી અને નંદાગોપાલ કિદામ્બી વચ્ચે મુકાબલો થયો હતો. પઅમદાવાદ સ્મેશર્સના ખેલાડીઓએ અવધને જોરદાર ટક્કર આપી પણ પહેલી ગેમ 12-15થી ગુમાવ્યા બાદ બીજી ગેમમાં 15-10થી વિજય મેળવ્યો હતો. જોકે અંતે અવધના ખેલાડીઓએ જોરદાર રમત બતાવતા નિર્માયક ગેમ 15-8થી જીતવા સાથે ટાઈ 15-12, 10-15 અને 15-8થી જીતીને ગૃહ ટીમને પરાજય આપ્યો હતો.