શિમલામાં મોટી હોનારત થતા બચી; નિર્માણાધીન ટનલ ધરાશાયી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મેનેજરની સમજદારીના કારણે કર્મચારીઓનો જીવ બચ્યો


શિમલા
: હિમાચલ પ્રદેશના શિમલામાં એલ નિર્માણાધીન ટનલ મંગળવારે સવારે તૂટી પડી હતી. કાલકાથી શિમલા સુધી નિર્માણાધીન ફોર લેન પર, સંજૌલીના ચલોંઠીઠીમાં ટિટેરી ટનલનું કામ ચાલી રહ્યું છે. સોમવારે સાંજે અહીં કેટલાક પથ્થરો અને માટી પડવા લાગ્યા હતા. આ પછી, મેનેજરની સમજદારીના કારણે ટનલમાં કામ કરતા કામદારો અને મશીનરીને બહાર કાઢ્યા. આ સમજદારી અને સતર્કતાને કારણે કર્મચારીઓનો જીવ બચી ગયો અને મશીનને કોઈ નુકસાન થયું નહીં. આ બાબતે NHAI ના પ્રોજેક્ટ મેનેજર અચલ જિંદાલે જણાવ્યું હતું કે, જ્યાં ટનલનું પોર્ટલ (ગેટ) બનાવવામાં આવી રહ્યું હતું. કાટમાળ ત્યાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોર્ટલનો માર્ગ મોકળો કરવાનું કામ ચાલી રહ્યું હતું. ભારે વરસાદને કારણે ટનલના પોર્ટલ પર ભૂસ્ખલન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં શિમલામાં ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. માલ્યાણાથી ચલોંઠી સુધી ફોર લેન ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હેલિપેડ પાસે બનાવવામાં આવેલી ટનલ વરસાદના કારણે તૂટી પડતા લોકો ભયભીત છે.

shimla


જાે કે, દેશના પર્વતીય ભાગોમાં વરસાદને કારણે ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. ૩૧ મી જુલાઈની મધ્યરાત્રિએ હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટ્યું હતું. શુક્રવારે આ પૂરમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૨૬ પર પહોંચી ગઈ હતી. શિમલા જિલ્લાના સુન્ની નગર પાસેના ડોગરી વિસ્તારમાં શુક્રવારે સવારે ચાર મૃતદેહ મળી આવ્યા હતા. આ વાદળ ફાટવાની ઘટના કુલ્લુના ર્નિમંદ, સાંજ અને મલાના, મંડીના પધાર અને શિમલાના રામપુર સબડિવિઝનમાં બની હતી. શિમલા અને કુલ્લુ જિલ્લાની સરહદ પર સ્થિત સમેજ ગામમાં સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં લગભગ ૨૦ લોકો હજુ પણ લાપતા છે. કુલ મૃતકોમાંથી ૧૪ મૃતદેહો રામપુરમાંથી, નવ મંડીના રાજભાન ગામમાંથી અને ત્રણ કુલ્લુ જિલ્લાના ર્નિમંદ/બાગીપુલમાંથી મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ૨૭ જૂનથી ૮ ઓગસ્ટની વચ્ચે વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ ૧૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યને લગભગ ૮૦૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Share This Article