અવાન્સ ફાઈનાન્શિયલ સર્વિસીસ યુવાનોના કુશળતા વિકાસ માટે નાણાકીય સમાધાન અભિમુખ બનાવવા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ભાગીદારી કરી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ભારતની નવા યુગની, ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક શિક્ષણલક્ષી એનબીએફસી અવાન્સ ફાઈનાન્શિયલ સર્વિસીસ કુશળતાની આવશ્યકતા પરિપૂર્ણ કરવા ઈચ્છુક દેશના યુવાનો માટે સરળ, ઝડપી અને કિફાયતી નાણાકીય સમાધાન પૂરું પાડવા માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) સાથે ભાગીદારી કરી છે. આ જોડાણ કસ્ટમાઈઝ્ડ ફાઈનાન્સિંગ સમાધાનની મદદથી આવશ્યક કુશળતા પ્રાપ્ત કરવા ઈચ્છુકોને સહાય કરીને વિવિધ ક્ષેત્રોમાં દેશમાં કુશળ કાર્યબળ માટે વધતી જરૂરને પહોંચી વળવા માટે પ્રગતિશીલ પગલું છે.

કુશળતા આધારિત શિક્ષણ અથવા વ્યાવસાયી તાલીમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે કંપનીઓ સંભવિક કર્મચારી શૈક્ષણિક ડિગ્રી સાથે વ્યવહારુ કુશળતા અને આવશ્યક નિપુણતા ધરાવે એવી અપેક્ષા રાખે છે. ટેક્નિકલ એન્ડ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (ટીવીઈટી) લોકોને જરૂરી કુશળતા પ્રાપ્ત કરવા અભિમુખ બનાવે છે, જે તેમને નોકરી માટે તૈયાર કરે છે અને આ રીતે લાંબે ગાળે અર્થવ્યવસ્થા પર હકારાત્મક પ્રભાવ પાડી શકે છે. આ અજોડ ભાગીદારીથી   અવાન્સ ફાઈનાન્શિયલ સર્વિસીસ ઉદ્યોગની જરૂરત સાથે સુમેળ સાધતી પરિણામલક્ષી કાર્યરેખા થકી એનએસડીસી સાથે સંલગ્નિત સંસ્થાઓની મદદથી ભારતમાં સશક્ત કાર્યબળ બનાવવામાં સહાય કરશે.

આ જોડાણના આરંભ વિશે બોલતાં   અવાન્સ ફાઈનાન્શિયલ સર્વિસીસ ના એમડી અને સીઈઓ અમિત ગેંદાએ જણાવ્યું હતું કે, “કુશળતા વિકાસ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે રોજગારક્ષમતા અને શ્રમિક ઉત્પાદકતા વધારીને માળખાબદ્ધ પરિવર્તન અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપી શક છે. ભારત 62 ટકા નોકરિયાત જૂથની વસતિ અને કુલ વસતિમાં 54 ટકાથી વધુ 25 વર્ષથી ઓછી ઉંમરના હોવાથી દુનિયામાં સૌથી યુવા દેશમાંથી એક માનવામાં આવે છે. આને કારણે વિકાસ માટે ઉચ્ચ નહીં પહોંચી શકાયેલી સંભાવનાઓસાથે માનવ સંસાધનોનો વિશાળ પૂલ નિર્માણ કરે છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમને એનએસડીસી સાથે ભાગીદારી કરવાની ખુશી છે, ,કારણ કે તે ભારતમાં શિક્ષણનું લોકશાહીકરણ કરવા અને શિક્ષણના ફાઈનાન્સિંગના અમારા હેતુને મજબૂત બનાવવા બેજોડ તક આપે છે. આને કારણે અમે સફળતાની ઊંચાઈ પર પહોંચવા માટે સુસજ્જ ભાવિ તૈયાર યુવા વસતિ સાથેના રાષ્ટ્રને કુશળ ભારતમાં વિકસાવવા યોગદાન આપી શકીએ છીએ. અમે માનીએ છીએ કે આ ભાગીદારીથી અમે અમારી પહોંચ વધારી શકીશું અને આ રીતે દરેક ઈચ્છુક ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું ફાઈનાન્સિંગ આસાન, કિફાયતી અને પહોંચક્ષમ બનાવવાનો અમારો ધ્યેય પરિપૂર્ણ કરી શકીશું.”

એનએસડીસીના સીઓઓ અને ઓફિઓશિયેટિંગ સીઈઓ વેદ મણિ તિવારીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ અને કુશળતાના લોકશાહીકરણ માટે ફાઈનાન્સને પહોંચ મહત્ત્વપૂર્ણ છે.   અવાન્સ ફાઈનાન્શિયલ સર્વિસીસ જેવી એનબીએફસી સાથે ભાગીદારીઓ એનએસડીસીને તેના મુખ્ય હેતુ સ્કિલ્સ4ઓલ, એનીટાઈમ, એનીવ્હેરની વધુ એક પગલું નજીક જવામાં મદદ કરશે, કારણ કે તે ભારત અને દરિયાપારમાં નવા યુગના રોજગાર અને વેપાર સાહસિક તકો માટે કુશળતા પ્રાપ્ત કરવા અન્યથા કલ્પના નહીં કરી શકાય તેવા આપણા સમાજના તે વિભાગોની નાણાકીય સમાવેશકતા હાંસલ કરવા મદદરૂપ થાય છે.”

અવાન્સ ફાઈનાન્શિયલ સર્વિસીસ 50થી વધુ દેશમાં 3000 સંસ્થાઓ અને 22,000થી વધુ અભ્યાસક્રમોમાં 2.5 લાખ અભ્યાસ ઈચ્છુકોનાં શૈક્ષણિક સપનાં પરિપૂર્ણ કર્યાં છે. કંપનીએ 5-6 લાખ વિદ્યાર્થીઓને પહોંચી વળતાં 1 હજાર શૈક્ષણિક સંસ્થાઓને વૃદ્ધિ અને કાર્યશીલ મૂડી પણ પૂરી પાડી છે.

Share This Article