ઓટોમેટિક સિસ્ટમ જરૂરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિદેશની જેમ હાઇટેક ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જરૂરી હોય છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકનિગ્શન કેમેરા મારફતે તમામ બાબતો પર ચાંપતી નજર રાખી શકાય છે. આના કારણે વાહનોની ગતિ પર પણ નજર રાખી શકાય છે. આના કારણે ઓવર સ્પીડમાં ચાલતી ગાડીઓ પર નજર રાખીને તેમને દંડ કરી શકાશે. આના કારણે ટ્રાફિકના અન્ય નિયમોને ભંગ કરવાની સ્થિતીમાં પણ કેમેરામાં વ્યક્તિ કેદ થઇ જશે. જેથી દંડ કરવાની પ્રક્રિયા વધારે સરળ બની જશે. ટ્રાફિક નિયમો તોડવાની સ્થિતીમાં ઓટોમેટિક ચાલાન કરવામાં આવી શકે છે. જેને વાહન ચાલકને તરત જ મોકલી શકાશે.

આ તમામ બાબતો માર્ગ અકસ્માતોને રોકવામાં પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. વાહનોની ગતિને પણ નિયંત્રણમાં રાખવા માટેના નિયમો કઠોર રીતે અમલી કરવામાં આવે તે જરૂરી છે. વાહનોની ગતિની વાત કરવામાં આવે તો માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સ્પીડ પણ જુદા જુદા વાહનો માટે જુદા જુદા માર્ગો પર નક્કી કરવામાં આવી છે. એક્સપ્રેસ વે પર વાહનોની ગતિ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય છે. જ્યારે સામાન્ય હાઇવે પર ગતિ પ્રતિ કલાકની ૧૦૦ રાખવામાં આવી છે.

શહેરી માર્ગો પર ગતિ ૭૦ અને અન્ય માર્ગો પર ગતિ ૭૦ નક્કી કરવામાં આવેલી છે. માલવાહક વાહનો માટે ગતિ ૬૦ની નક્કી કરવામાં આવી છે. નવ કરતા વધારે સીટડવાળા વાહનો માટે ગતિ ૧૦૦થી ૬૦ વચ્ચેની નક્કી કરવામાં આવી છે. જ્યારે ડાઇવર સીટ સિવાય અન્ય આઠ સીટના વાહનો માટે ગતિ ૧૨૦થી ૭૦ નક્કી કરવામાં આવી છે. આ નિર્ધાિરત ગતિ કરતા પણ ઓછી ગતિમાં વાહનોને સાવધાનીપૂર્વક ટ્રાફિક નિયમો સાથે ચલાવવામાં આવે તો અકસ્માતોનો ખતરો રહેતો નથી. સાથે સાથે સેફ ડ્રાઇવિંગ પણ રહે છે.

Share This Article