નવી દિલ્હી : ભારતના ૫૭ અબજ ડોલરના ઓટો સાધન ઇન્ડસ્ટ્રીમાં આગામી ત્રિમાસિક ગાળામાં મોટી સંખ્યામાં લોકો નોકરી ગુમાવે તેવી શક્યતા છે. ઓટો ઇન્ડસ્ટ્રી ૧૦ લાખ લોકોની નોકરી ગુમાવે તેમ માનવામાં આવી રહ્યું છે. ભરતીની પ્રક્રિયા અટવાયેલી છે. ઓટો મોબાઇલમાં વેચાણની પ્રક્રિયા નિષ્ક્રિય બની ગઈ છે. ફ્રન્ટ એન્ડ સેલ્સ જોબ ઉપર સૌથી વધારે ખતરો દેખાઈ રહ્યો છે. ઇન્ડસ્ટ્રી પ્લેયરના જણાવ્યા મુજબ વેલ્ડિંગ, કાસ્ટિંગ, પ્રોડક્શન ટેકનોલોજી, ટેનિકલ અને સર્વિસ સાથે સંબંધિત કર્મચારીઓ ઉપર ખતરો વધારે દેખાઈ રહ્યો છે. ડી ગ્રોથની સ્થિતિ જોવા મળી રહી છે જેના લીધે છેલ્લા થોડાક મહિનાઓમાં ૧૦૦૦૦૦ નોકરીઓ જતી રહી છે. જા આ પ્રવાહ જારી રહેશે તો આંકડો ખુબ ઉંચો જઈ શકે છે. ભરતી સાથે જોડાયેલી કંપનીઓના કહેવા મુજબ આગામી ત્રિમાસિક ગાળામાં ૫૦૦૦૦૦થી વધુ લોકો નોકરી ગુમાવી શકે છે. ૫૭ અબજ ડોલરના ઓટો પાટ્ર્સ ઇન્ડસ્ટ્રી જીડીપીને ૨.૩ ટકાનું યોગાન આપે છે. કોન્ટ્રાક્ટ ઉપર ૫૦ લાખ લોકો કામ કરી રહ્યા છે.