નવીદિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં ધરખમ દેખાવ કરવા માટે વિરાટ કોહલી એન્ડ કંપની સંપૂર્ણપણે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત છઠ્ઠી ડિસેમ્બરના દિવસે થઇ રહી છે. જાણકાર લોકો માની રહ્યા છે કે કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વધારે મજબુત દેખાઇ રહી છે અને તે ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ સાબિત થશે. આ બાબત માત્ર હવામાં કરવામાં આવી રહી નથી. કેટલાક નક્કર કારણ પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. કોહલીના નેતૃત્વમાં ભારતે અનેક સફળતા હાંસલ કરી છે. તેના શાનદાર દેખાવની અસર પણ ટીમ પર થઇ રહી છે. વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૬ પૈકી ૨૬ ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમાં શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે. છેલ્લા ૧૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે.
વિદેશી મેદાન પર જીત ભારતીય ટીમ માટે ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝને સ્થાનિક મેદાન અને વિદેશી પ્રવાસમનાં હાર આપ્યા બાદ કેટલીક નિરાશા હાથ લાગી હતી. જા કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડના પ્રવાસમાં નિષ્ફળ રહી હતી. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવાની બાબત ભારત માટે મોટી વાત તરીકે રહેશે. કારણ કે વિદેશી ટીમોને ઓસ્ટ્રેલિયામાં હમેંશા મુશ્કેલી નડે છે. ઇંગ્લેન્ડે વર્ષ ૧૯૯૦ બાદથી હજુ સુધી માત્ર એક વખત ૨૦૧૦-૧૧માં આ શ્રેણી જીતી હતી.
૭૦ અને ૮૦ના દશકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રાજ કરનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયામાં ૧૫ પૈકી માત્ર ચાર ટેસ્ટ શ્રેણી જીતી છે. એક ડ્રો રમી છે. હાલમાં જ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે પડકાર ફેંક્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કર્યા બાદથી આફ્રિકાએ સાત ટેસ્ટ શ્રેણીમાં ત્રણ જીતી છે. એક ડ્રો રહી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ તો છેલ્લા ૧૧ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવામાં સફળ સાબિત થઇ શકી નથી. એકબાજુ પાકિસ્તાને ત્રણ સિરિઝ ડ્રો કરાવી છે. ચાર ટેસ્ટ મેચો જીતી છે. ભારતે બે વખત શ્રેણી ડ્રો કરાવી છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૪ ટેસ્ટ મેચો પૈકી પાંચમાં જીત મેળવી છે.