રોહન બોપન્ના અને ટિમિયા બાબોસ ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ ડબલ્સ મેચમાં ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને હંગેરીની ટિમિયા બાબોસે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મંગળવારે યુએસની વાનીયા કિંગ અને ક્રોએશિયાના ફ્રેન્કો સ્કૂગોરની જોડી સામે રમાયેલી મેચમાં બોપન્ના અને બાબોસની જોડીએ ૪-૬, ૪-૬થી જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે.

તેઓ આગામી મેચમાં ડબલ્સમાં ૨૯મો  રેકિંગ ધરાવતી યુએસની પ્લેયર એબિગેઇલ સ્પીયર્સ અને ડબલ્સમાં ૨૩મો રેકિંગ ધરાવતા કોલમ્બિયાના પ્લેયર જોન લેબાસ્ટિયન કાબેલ સામે ટકરાશે.

Share This Article