મેલબોર્ન : ઓસ્ટ્રેલિયન ઓપનમાં આ વખતે નવી વ્યવસ્થા રજુ કરવામાં આવનાર છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ હવે ફાઈનલ સેટ ટાઈ બ્રેકરની શરૂઆત થઈ રહી છે. વિમ્બલ્ડનની સેમી ફાઈનલ મેચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિમ્બલ્ડન બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફાઈનલ સેટ ટાઈ બ્રેકરની શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. ઓસ્ટ્રેલિયન ઓપનના ડિરેકટર ક્રેગ ટીલે દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. નવા નિયમ મુજબ ફાઈનલ સેટમાં ટાઈ બ્રેકરની વ્યવસ્થા રહેશે. ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત ૧૪મી જાન્યુઆરીથી થઈ રહી છે.
વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં તમામ ટોપના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ગ્રાન્ડસ્લેમ ૨૭મી જાન્યુઆરી સુધી ચાલશે. ફાઈનલ સેટમાં ૬-૬ પર મેચ રોકાઈ જવાની સ્થિતિમાં મેચ તરત જ ટાઈ બ્રેકરમાં લઈ જવામાં આવશે અને જે ખેલાડી પહેલા ૧૦ પોઈન્ટ લઈ લેશે અને અંતર બે પોઈન્ટનું રહેશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે. વિતેલા વર્ષોના અને હાલના ખેલાડી સાથે આ મુદ્દે વાતચીત થઈ ચુકી છે. સાથે સાથે નિષ્ણાતો કોમેન્ટેટરો, એજન્ટો, ટીવી નિષ્ણાતો સાથે આ મુદ્દે વાતચીત થઈ ચુકી છે. તમામ લોકો નવા નિયમને લઈને સહમત છે. એડવાન્ટેજ ફાઈનલ સેટ રમવા માટે ખેલાડીઓ ઈચ્છુક છે કે કેમ તેને લઈને વાત કરવામાં આવી હતી.
ઓલ ઈગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ દ્વારા ગયા વર્ષે નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની અમેરિકન ખેલાડી જાન ઇસનર અને દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસન વચ્ચેની સેમી ફાઈનલ મેચ ફાઈનલ સેટમાં રેકોર્ડ ૨૬-૨૪ સુધી પહોંચી હતી. આ મેચ આખરે એન્ડરસને જીતી હતી. મેચ ત્રણ કલાક સુધી ચાલી હતી. ટીલેનું કહેવું છે કે ફાઈનલ સેટમાં ૬-૬ ઉપર ટાઈ બ્રેક થવાની સ્થિતિમાં ૧૦ પોઈન્ટના ટાઈ બ્રેક સાથે આગળ વધવામાં આવશે. ચાહકોને પણ વધુ રોમાંચ જાવા મળે તેનો પણ આ હેતુ રખાયો છે.